• Home
  • News
  • કર્ફ્યૂમાં મુસાફરો લૂંટાયા:અમદાવાદ એરપોર્ટ પર ટેક્સી અને કેબવાળાની ઉઘાડી લૂંટ, મુસાફરો પાસેથી રૂ. 1 હજારથી 2 હજાર ભાડું વસુલાય છે
post

કલાકોની રાહ જોવા છતાં ઓનલાઈન બુકિંગને કેબચાલક કેન્સલ કરતા નથી અને મુસાફરોને દબાણ કરે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-21 14:52:54

ગઈકાલે રાતના 9 વાગ્યાથી સોમવાર સવાર સુધી શહેરમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે ત્યારે અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. અમદાવાદ એરપોર્ટ પર બહારથી આવેલા મુસાફરોને અમદાવાદના જ વિસ્તારમાં જવા માટે ટેક્સીચાલકો અને કેબ સર્વિસધારકો રૂ. એક હજારથી બે હજાર પડાવી રહ્યા છે. મુસાફરોને તેમાં કલાક સુધી રાહ જોવી પડે છે. મોટી સંખ્યામાં મુસાફરો બેસી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા BRTS અને ઇલેક્ટ્રોનિક બસો મુકવામાં આવી છે તેમાં ઓછા મુસાફરો જઈ રહ્યા છે.

એરપોર્ટથી ઓઢવ જવાનું ભાડું રૂ. એક હજાર
ઓલા અને ઉબેર ટેક્સી ચાલકો ઓઢવ વિસ્તારમાં જવાના 1000 અને સરખેજમાં 2000 રૂપિયા માંગી રહ્યાં છે. અમદાવાદમાં રહેતા ધીરજ જૈને વાતચીતમાં જણાવ્યું હતું કે, હું ચેન્નાઈથી અમદાવાદ સવારે ફ્લાઈટમાં આવ્યો છું. એક કલાકથી ઓલા અને ઉબેર ટેક્સી માટે ઓનલાઇન બુક કરી હતી ત્યારે ઓલામાં ઓઢવ જવાના 1000 રૂપિયા માંગ્યા હતા. ઉપરાંત તેઓ કેન્સલ નથી કરતા અમને કેન્સલ કરવાનું કહે છે. હું એક કલાકથી રાહ જોઈ રહ્યો છું.

એરપોર્ટ પર BRTS દ્વારા પેસેન્જર માટે બસ સેવા
અમદાવાદ એરપોર્ટ પર ખુબ જ મોટી સંખ્યામાં મુસાફરો આવી રહ્યા છે, પરંતુ ટેક્સી કારચાલકો મુસાફરોને લૂંટી રહ્યા છે. મન ફાવે તેમ ભાડા માંગી રહ્યા છે. વહેલી સવારે આવેલી ફ્લાઇટના મુસાફરો BRTS બસમાં પણ જવું પડ્યું હતું. એરપોર્ટ પર મુકવામાં આવેલી BRTSમાં ગત મોડી રાતે 8થી સવારે 4 વાગ્યા સુધીમાં 9 ટ્રીપ અને 74 પેસેન્જર મળ્યા હતા. આજે સવારે 4થી બપોરે 11.30 સુધીમાં 9 ટ્રીપમાં 185 પેસેન્જર મળ્યાં છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post