• Home
  • News
  • આત્મનિર્ભર:સ્કૂલોએ પગાર બંધ કરતાં છોલે-કુલચા, હોમ ક્લિનિંગ, માર્કેટિંગ બિઝનેસ શરૂ કરી શિક્ષકો આત્મનિર્ભર બન્યા
post

ક્લાસીસનું ભાડું અને ઘર ચલાવવા શિક્ષણ ઉપરાંત અન્ય ક્ષેત્રે ઝંપલાવ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-03 17:33:34

કોરોના મહામારીને કારણે આવેલી આર્થિંક મંદીથી મોટી સંખ્યામાં લોકો બેરોજગાર થયા છે. આ સ્થિતિમાં અન્ય કોઈ પર નિર્ભર રહેવાને બદલે આત્મનિર્ભર થવું એ જ સૌથી મોટું સોલ્યુશન છે. સ્કૂલો અને ક્લાસીસ શરૂ ન થતાં હજારો શિક્ષકોને પૂરતો પગાર મળતો નથી. આ સ્થિતિમાં સ્કૂલ અને ખાનગી ક્લાસીસના શિક્ષકોએ છોલે-કુલચા, હાઉસ ક્લિનિંગની વસ્તુઓ તેમજ માર્કેટિંગનો બિઝનેસ શરૂ કર્યો છે. આર્થિક મંદીમાં ગુજરાન ચલાવવાનો બસ આ એક જ રસ્તો તેમને દેખાઈ રહ્યો છે. હા, તેમની કમાણી ચોક્કસથી ઘટી છે, પરંતુ નવા બિઝનેસમાં ઘરનું ગુજરાન ચાલે તેટલી કમાણી તેઓ કરી રહ્યા છે.

ઘર બહાર ટેબલ નાખી છોલેનું કામ શરૂ કર્યું
શિક્ષક ખુશ્બૂ ઠક્કરે કહ્યું હતું કે હું એક જગ્યાએ લેક્ચર આપવા સાથે ઘરે બાળકોને ભણાવતી હતી, પરંતુ સ્કૂલો અને ક્લાસ બંધ છે. ક્યારે શરૂ થશે એ ખબર નથી. મારે સાસરિયાં અને માતા-પિતાને પણ સંભાળવાનાં છે, તેથી ઘર બહાર ટેબલ નાખી મેં છોલે-કુલચાનો વ્યવસાય શરૂ કર્યો.

હાઉસ ક્લિનિંગની વસ્તુ વેચી ગુજરાન ચલાઉ છું
ક્લાસીસ-સંચાલક મેહુલ તલાટીએ કહ્યું, અમદાવાદમાં મારા ઇંગ્લિશ સ્પિકિંગના ક્લાસીસ છે, પરંતુ ક્લાસ શરૂ કરવાની મંજૂરી ન હોવાથી મેં હાઉસ ક્લિનિંગની વસ્તુ વેચવાનો બિઝનેસ શરૂ કર્યો છે. લોકો પાનની દુકાનોએ એકઠા થાય તો ચાલે, પરંતુ ક્લાસીસને મંજૂરી નથી.

ક્લાસ બંધ થતાં આવક પણ 90 ટકા ઘટી ગઈ
ક્લાસીસ-સંચાલક અમિત રાજપૂતે કહ્યું, હું 18 વર્ષથી શિક્ષણક્ષેત્રે છું. 6 મહિનાથી ક્લાસ બંધ હોવાથી આર્થિક સ્થિતિ કથળી છે. હવે નેટવર્કિંગનો બિઝનેસ શરૂ કર્યો છે. કમાણીની વાત કરીએ તો ક્લાસની સરખામણીએ માત્ર 10 ટકાની આ‌વક છે, પણ બીજો કોઈ વિકલ્પ નથી.

adv

Related News

post
post
post
post
post
post
post