• Home
  • News
  • ટીમ ઈન્ડિયા સેમિફાઈનલમાં નિશ્ચિત:ભારતે રસાકસીભરી મેચમાં બાંગ્લાદેશને 5 રને હરાવ્યું, અર્શદીપ સિંહે શાનદાર બોલિંગ કરી
post

અગાઉ બાંગ્લાદેશે ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-02 18:11:36

એડિલેડમાં ભારત અને બાંગ્લાદેશની સુપર-12ની મેચ રમાઈ રમાઈ ગઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 5 રને પરાજય આપ્યો હતો. આ જીત સાથે જ ભારતની સેમિફાઈનલમાં એન્ટ્રી લગભગ નક્કી થઈ ગઈ છે. હવે ભારતે ઝિમ્બાબ્વેને રવિવારે હરાવવાનું રહેશે. આ જીત સાથે જ ભારતીય ટીમ ગ્રુપ-2માં ટૉપ પર આવી ગઈ છે.

ટીમ ઈન્ડિયાએ આપેલા 185 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમ તરફથી સૌથી વધુ લિટોન દાસે 27 બોલમાં જ 60 રન બનાવ્યા હતા. તો નુરુલ હસને 14 બોલમાં 25 રન કર્યા હતા. અર્શદીપ સિંહ અને હાર્દિક પંડ્યાએ 2-2 વિકેટ ઝડપી હતી, તો મોહમ્મદ શમીને 1 વિકેટ મળી હતી.

અગાઉ બાંગ્લાદેશે ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 185 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતીય ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 184 રન બનાવ્યા હતા, જેમાં આજે ફરી વિરાટ કોહલીએ 44 બોલમાં 66 રનની ક્લાસિક ઇનિંગ રમી હતી. તો કેએલ રાહુલે 50 રન કર્યા હતા. સૂર્યાએ પણ 16 બોલમાં જ 30 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી હસન મહમૂદે 3 અને શાકિબે 2 વિકેટ લીધી હતી.