• Home
  • News
  • ટીમ ઈન્ડિયા બિલિયન ડોલર ટીમ છે, અમે તો મર્યાદિત સાધનો છતા જોરદાર દેખાવ કરીએ છેઃ PCB અધ્યક્ષ
post

ભારતની સરખામણીએ પાક ટીમના ખેલાડીઓ મર્યાદિત સગવડો સાથે તૈયારી કરે છે અને આમ છતા જોરદાર દેખાવ કરે છે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-08 18:18:38

નવી દિલ્હી: ભારતીય ટીમ ટી-20 વર્લ્ડકપ રમવા માટે ઓસ્ટ્રેલિયા રવાના થઈ ચુકી છે. ટી-20 વર્લ્ડકપમાં ફરી એક વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થવાનો છે. એ પહેલા જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રમીઝ રાજાએ ભારતીય ટીમને ટોણો માર્યો છે.

રમીઝ રાજા ક્રિકેટ જગતમાં ભારતના વર્ચસ્વથી બળતરા અનુભવે છે તે વાત કોઈનાથી છુપી નથી. રમીઝ રાજાએ ભારતીય ટીમને બિલિયન ડોલર ટીમ બતાવીનો ટોણો મારતા કહ્યુ છે કે, જો તમે માનસિક રીતે મજબૂત હોય અને હાર માનવા તૈયાર ના હોય તો નાનામાં નાની ટીમ પણ મોટી ટીમને હરાવી શકે છે.

તેમણે કહ્યુ હતુ કે, પાકિસ્તાન હંમેશા ભારત સામેના મુકાબલામાં અન્ડરડોગ ટીમ તરીકે ઉતરતુ હતુ પણ હવે ભારતીય ટીમે પાકિસ્તાનની ટીમને આદર આપવાનુ શરૂ કરી દીધુ છે. કારણકે ભારતની ટીમને ખબર છે કે, પાકિસ્તાની આ ટીમ અમને ગમે ત્યારે હરાવી શકે છે.

રાજાએ કહ્યુ હતુ કે, એટલે જ પાકિસ્તાની ટીમને ક્રેડિટ આપવી જોઈએ. ભારતની સરખામણીએ પાક ટીમના ખેલાડીઓ મર્યાદિત સગવડો સાથે તૈયારી કરે છે અને આમ છતા જોરદાર દેખાવ કરે છે.

2017 બાદ બંને ટીમો વચ્ચે આઠ મેચ રમાઈ છે અને તેમાં ભારત પાંચ અને પાકિસ્તાન ત્રણ મેચ જીત્યુ છે.રમીઝ રાજાએ આ વાતનો હવાલો આપીને નિવેદન આપ્યુ હતુ.