• Home
  • News
  • ટીમ ઈન્ડિયા ત્રણેય ફોર્મેટમાં નંબર-1:ટેસ્ટ રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાને પછાડ્યું, વન-ડે અને T20માં પહેલાથી જ ટૉપ પર
post

9 ફેબ્રુઆરીથી ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ શરૂ થઈ ગઈ છે. પહેલી ટેસ્ટ ભારતે જીતી લીધી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-15 18:10:49

ટીમ ઈન્ડિયા ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં નંબર-1 બની ગઈ છે. ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા પછી ત્રણેય ફોર્મેટમાં ટૉપ પર રહેનાર બીજી ટીમ બની ગઈ છે. તો એશિયાની પહેલી ટીમ બની ગઈ છે. ICCએ આજે નવા રેન્કિંગ્સ જાહેર કર્યા છે. જેમાં ભારતે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને પછાડીને પહેલા નંબર પર આવી ગયું છે. તો ભારત પહેલાથી જ વન-ડે અને T20 રેન્કિંગ્સમાં પહેલા સ્થાને છે.

ભારતના ટેસ્ટમાં 115 પોઇન્ટ્સ થઈ ગયા છે. તો ઓસ્ટ્રેલિયા 111 પોઇન્ટ્સ સાથે બીજી સ્થાને છે.

પહેલા નંબરે રહેવા માટે સિરીઝ જીતવી પડશે
ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ રેન્કિંગમાં પહેલું સ્થાન જાળવવા માટે હાલમાં રમાતી BGTની ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ 2-0થી અથવા તો અન્ય સારા અંતરથી જીતવી પડશે. જે રીતના નાગપુરમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન હતું, તે જોતા તો ટીમ ઈન્ડિયા માટે પહેલું સ્થાન જાળવવું સરળ રહેશે. બીજી ટેસ્ટ મેચ 17 ફેબ્રુઆરીએ દિલ્હીમાં રમાશે.

વન-ડેમાં ભારત ઓસ્ટ્રેલિયાથી 2 પોઇન્ટ્સ આગળ
ભારત વન-ડે રેન્કિંગમાં પણ ઓસ્ટ્રેલિયાથી 2 પોઇન્ટ્સ આગળ છે. ભારતના 114 પોઇન્ટ્સ છે, તો ઓસ્ટ્રેલિયાના 112 પોઇન્ટ્સ છે. ભારત બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પછી 17 માર્ચથી ઓસ્ટ્રેલિયાની સામે 3 મેચની વન-ડે સિરીઝ પણ શરૂ થશે. ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડના પોઇન્ટ્સ સરખા છે. પરંતુ ન્યૂઝીલેન્ડે 29 મેચ અને ઇંગ્લેન્ડે 33 મેચ રમી છે. જેના કારણે ન્યૂઝીલેન્ડ ઇંગ્લેન્ડ કરતાં આગળ એટલે કે ત્રીજા નંબરે છે.

ક્યારે અપડેટ થાય છે ટીમ રેન્કિંગ
ICC
ટીમની રેન્કિંગ દરેક સિરીઝ પછી અપડેટ કરતી હોય છે. 14 ફેબ્રુઆરીએ વેસ્ટઈન્ડિઝ-ઝિમ્બાબ્વેની વચ્ચે ટેસ્ટ સિરીઝ પૂરી થઈ હતી. જેના પછી આજે એટલે કે 15 ફેબ્રુઆરીએ ટેસ્ટ ટીમ રેન્કિંગ અપડેટ થઈ છે. 1 ઓક્ટોબરે દર વર્ષે ICC રેન્કિંગની વાર્ષિક અપડેટ થાય છે.

ઓસ્ટ્રેલિયા સામે 4 ટેસ્ટ અને 3 વન-ડે મેચ રમશે
9
ફેબ્રુઆરીથી ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ શરૂ થઈ ગઈ છે. પહેલી ટેસ્ટ ભારતે જીતી લીધી હતી. 17-21 ફેબ્રુઆરીએ બીજી ટેસ્ટ, 1-5 માર્ચ ત્રીજી ટેસ્ટ અને 9-13 સુધીમાં ચોથી ટેસ્ટ શરૂ થશે. તો 17,19 અને 22 માર્ચથી 3 વન-ડે મેચ પણ રમાશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post