• Home
  • News
  • હોકીમાં ટીમ ઈન્ડિયા ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી, ઓલિમ્પિક ચેમ્પિયન આર્જેન્ટિનાને 3-1થી હરાવ્યું
post

હોકીમાં આજે ભારતીય ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાને 3-1થી હરાવ્યું. આર્જેન્ટિનાની ટીમ ભારતીય ટીમના શાનદાર પ્રદર્શન સામે લાચાર જોવા મળી રહી હતી.

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-29 10:18:13

ટોકિયો: હોકીમાં આજે ભારતીય ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા ચોથી ગ્રુપ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાને 3-1થી હરાવ્યું. ભારતી ચાર મેચોમાં આ ત્રીજી જીત છે. હવે તેના ખાતામાં 9 અંક થઈ ગયા છે. તે પોતાના ગ્રુપ એમાં ઓસ્ટ્રિયા (12) બાદ મજબૂતાઈથી બીજા ક્રમે છે. ભારતીય ટીમ આગામી રાઉન્ડમાં પહોંચે તે નક્કી જ છે. 

ભારત તરફથી વરુણકુમાર, વિવેક સાગર પ્રસાદ અને હરમનપ્રીત સિંહે ગોલ કર્યો. ભારતીય ટીમની આ ઓલિમ્પિકમાં આ ત્રીજી જીત છે. આ અગાઉ ટીમ ઈન્ડિયાએ સ્પેન અને ન્યૂઝીલેન્ડને હરાવ્યા હતા. ભારત માટે વરુણ  કુમારે 43મી, વિવેક સાગર પ્રસાદે 58મી અને હરમનપ્રીત સિંહે 59મી મિનિટમાં ગોલ કર્યા. 

આર્જેન્ટિના તરફથી મેચની 47મી મિનિટમાં એક ગોલ થયો હતો. જે Maico Casella એ પેનલ્ટી કોર્નરમાં ગોલ કર્યો હતો. જ્યારે ભારત તરફથી પહેલો ગોલ વરુણકુમારે કર્યો હતો જે પેનલ્ટી કોર્નર દ્વારા થયો હતો.