• Home
  • News
  • ચાર વર્ષ પછી બેંગલુરુમાં રમાનારી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ છે ખરાબ! શ્રીલંકાની ટીમ બનશે મોટો પડકાર
post

ચાર વર્ષ પછી બેંગલુરુના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ ટેસ્ટ મેચને હોસ્ટ કરવાનું છે. ભારત અને શ્રીલંકાની વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝની બીજી ટેસ્ટ બેંગલુરુમાં રમાવાની છે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-12 12:39:44

નવી દિલ્લી: ચાર વર્ષ પછી બેંગલુરુના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ ટેસ્ટ મેચને હોસ્ટ કરવાનું છે. ભારત અને શ્રીલંકાની વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝની બીજી ટેસ્ટ બેંગલુરુમાં રમાવાની છે. આ ટેસ્ટ મેચ ભારતમાં ત્રીજી ડે-નાઈટ ટેસ્ટ મેચ હશે. તેની પહેલા કોલકાતા અને અમદાવાદ પિંક બોલ ટેસ્ટ હોસ્ટ કરી ચૂક્યા છે. આ મેદાન પર છેલ્લી ટેસ્ટ મેચ જૂન 2018માં ભારત અને અફઘાનિસ્તાનની વચ્ચે રમાઈ હતી. આ ટેસ્ટ મેચ અફઘાનિસ્તાનની પહેલી ટેસ્ટ મેચ હતી. ભારતે અફઘાનિસ્તાનને માત્ર 2 દિવસમાં ઈનિંગ્સ અને 262 રનથી હરાવ્યું હતું. અફઘાનિસ્તાન એક જ દિવસમાં બે વાર ઓલ આઉટ થયું હતું.

મેદાન પર ભારતનો સરેરાશ રેકોર્ડ:
2018
પછી પહેલીવાર બેંગલુરુ ટેસ્ટ મેચને હોસ્ટ કરશે. આ મેદાન પર ભારતીય ટીમનો રેકોર્ડ સરેરાશ રહ્યો છે. ભારતીય ટીમે આ મેદાન પર કુલ 23 મેચ રમી છે. જેમાં 8માં જીત અને 6માં હારનો સામનો કર્યો છે. જયારે આ મેદાન પર 9 મેચ ડ્રોમાં પરિણમી રહી છે.

2005માં ભારતે છેલ્લી મેચ રમી હતી:
ભારત અને શ્રીલંકાની વચ્ચે આ મેદાન પર અત્યાર સુધી માત્ર એક જ ટેસ્ટ મેચ રમાઈ છે. જાન્યુઆરી 1994માં આ મેચમાં ભારતીય ટીમે ઈનિંગ્સ અને 95 રનથી જીત મેળવી હતી. તે મેચમાં મોહમ્મદ અઝહરુદ્દીને 108 રનની ઈનિંગ્સ રમી હતી અને પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. 2005થી 2008 સુધી ભારતીય ટીમે અહીંયા 7 ટેસ્ટ મેચ રમી છે. જેમાં એકપણ હારનો સામનો કરવો પડ્યો નથી. 7માંથી 4 મેચ ભારતે જીતી અને 3 મેચ ડ્રોમાં રહી. ભારતીય ટીમ છેલ્લે આ મેદાન પર માર્ચ 2005માં પાકિસ્તાન સામે 168 રનના મોટા અંતરથી મેચ હારી હતી.

બંને ડે-નાઈટ ટેસ્ટમાં ભારતનો થયો છે વિજય:
મોહાલી ટેસ્ટમાં ઈનિંગ્સ અને 222 રનથી વિજય મેળવ્યા પછી ભારતીય ટીમ બેંગલુરુમાં શ્રીલંકાને ક્લીન સ્વીપ કરવાના ઈરાદાથી મેદાનમાં ઉતરશે. જોકે ભારતીય ટીમને પિંક બોલ ટેસ્ટ અને બેંગલુરુની કન્ડીશનને લઈને સાવધાન રહેવાની જરૂરિયાત છે. ભારતીય ટીમ અત્યાર સુધી ભારતમાં રમાયેલી બંને ડે-નાઈટ મેચમાં મોટા અંતરથી જીત વ્યક્ત કરી ચૂકી છે. અમદાવાદમાં ભારતીય ટીમની બેટિંગ ઈંગ્લેન્ડની સામે થોડીક પરેશાન જોવા મળી હતી. પરંતુ બોલરોના પરાક્રમના કારણે ભારતીય ટીમને તે મેચમાં પણ જીત અપાવી હતી.