• Home
  • News
  • T20માં ટીમ ઈન્ડિયાનો વર્લ્ડ રેકોર્ડ:સતત 12 મેચ જીતી અફઘાનિસ્તાનની બરાબરી કરી, ત્રીજી મેચમાં શ્રીલંકાને 6 વિકેટથી હરાવ્યું
post

શ્રેયસ અય્યર T20 સિરીઝની ત્રણેય મેચમાં ફિફ્ટી ફટકારી આ મેચનો (69) ટોપ સ્કોરર રહ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2022-02-28 11:39:02

ભારતે ત્રીજી T20 મેચમાં શ્રીલંકાને 6 વિકેટથી હરાવ્યું છે. ટીમ ઈન્ડિયા સામે 147 રનનો ટાર્ગેટ હતો, જેને એકતરફા અંદાજે 19 બોલ પહેલા 4 વિકેટ ગુમાવીને ટીમે ચેઝ કરી લીધો છે. શ્રેયસ અય્યર T20 સિરીઝની ત્રણેય મેચમાં ફિફ્ટી ફટકારી આ મેચનો (69) ટોપ સ્કોરર રહ્યો હતો. તમને જણાવી દઈએ કે ભારતે સતત 12મી જીત સાથે આ ફોર્મેટમાં અફઘાનિસ્તાનના સૌથી વધુ જીતના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.

ભારતની ખરાબ શરૂઆત રહી હતી
147
રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી ઈન્ડિયન ટીમની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. કેપ્ટન રોહિત ફરીથી ઓછા સ્કોરમાં પેવેલિયન ભેગો થઈ ગયો હતો. જોકે તેની પહેલા રોહિતને એક જીવનદાન મળ્યું હતું.

·         દુષ્મંતા ચમિરાએ T20iમાં છઠ્ઠીવાર રોહિતને આઉટ કર્યો

·         આ સિરીઝમાં રોહિતે 3 ઈનિંગમાં માત્ર 50 રન કર્યા.

પહેલા બેટિંગ કરતા શ્રીલંકાની શરૂઆત ખરાબ રહી અને પહેલી ઓવરમાં જ ઈન્ડિયન ટીમે શાનદાર બોલિંગ કરી હતી. ઈનિંગની પહેલી ઓવરમાં જ મોહમ્મદ સિરાજે દનુષ્કા ગુણથિલકાને બોલ્ડ કરી દીધો હતો. તેની બીજી ઓવરમાં જ આવેશ ખાને ગત મેચના હિરો પાથુમ નિસાંકા (1)ને આઉટ કર્યો હતો. એટલું જ નહીં આવેશે ત્યારપછી ચરિથ અસલંકા (4)ની વિકેટ લેતાની સાથે જ શ્રીલંકાના બેટિંગ ઓર્ડરની કમર તોડી નાખી હતી.

·         રોહિત શર્મા (125) T20I માં સૌથી વધુ મેચ રમનારો ખેલાડી બન્યો.

·         દાનુષ્કા ગુણાથિલકા T20iમાં બીજીવાર શૂન્ય રને આઉટ થયો.

·         આવેશ ખાને નિસાંકાને આઉટ કરીને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની પહેલી વિકેટ લીધી હતી.

·         પાવરપ્લે સુધી શ્રીલંકાનો સ્કોર 18/3 હતો.