• Home
  • News
  • ટીમ ઈન્ડિયા કોઈ પણ સંજોગોમાં પાકિસ્તાન નહીં જાયઃ બીસીસીઆઈ સેક્રેટરી જય શાહ
post

જય શાહના નિવેદનના કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને કરોડોનો ફટકો વાગી શકે છે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-18 19:06:51

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સેક્રેટરી જય શાહે સ્પષ્ટપણે કહ્યુ છે કે, ટીમ ઈન્ડિયા કોઈ પણ સંજોગોમાં પાકિસ્તાન નહીં જાય. ઉલ્લેખનીય છે કે, 2023નો એશિયા કપ પાકિસ્તાનમાં યોજાવાનો છે અને તાજેતરમાં એવા મીડિયા રિપોર્ટસ સામે આવ્યા હતા કે, ભારતીય ક્રિકેટ બોર્ડ ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલવા માટે તૈયાર છે પણ જય શાહે આ રિપોર્ટસન ફગાવી દીધા છે. તેમણે કહ્યુ હતુ કે, જો ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ મેચ રમાશે તો તે ત્રીજા જ દેશમાં રમાશે.

જય શાહના નિવેદનના કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને કરોડોનો ફટકો વાગી શકે છે. કારણ કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચના મીડિયા રાઈટસમાંથી પાક ક્રિકેટ બોર્ડને કરોડોની કમાણી થાય તેમ છે. હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કરોડોનુ નુકસાન ઉઠાવવા માટે તૈયાર રહેવુ પડશે અથવા તો આ ટુર્નામેન્ટ કોઈ ન્યુટ્રલ વેન્યૂ પર આયોજીત કરવી પડશે. ભારતીય ટીમ છેલ્લે 2005-06માં પાકિસ્તાન પ્રવાસે ગઈ હતી અને વન ડે સિરિઝ જીતી પણ હતી.એ પછી 17 વર્ષથી ટીમ ઈન્ડિયા પાકિસ્તાનમાં રમવા ગઈ નથી.ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 વર્ષથી દ્રિપક્ષીય સિરિઝનુ આયોજન પણ બંધ છે. 2012માં છેલ્લે પાકિસ્તાન ભારત પ્રવાસે વન ડે અને ટી 20 સિરિઝ રમવા માટે આવી હતી.