• Home
  • News
  • સચિને કહ્યું- બોલ ચમકાવવા માટે લાળના ઉપયોગ પર પ્રતિબંધ સાચો નિર્ણય, ટેસ્ટમાં 50 ઓવર પછી નવો બોલ લેવો જોઈએ
post

સચિન તેંડુલકરે કહ્યું- આર્ટિફિશિયલ વસ્તુનો ઉપયોગ કરવામાં આવો જોઇએ, જેથી બેટ્સમેન અને બોલર બંને ખુશ થાય

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-10 11:57:17

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ હાલમાં બોલને ચમકાવવા માટે લાળ અથવા થૂંકના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. સચિન તેંડુલકર અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઝડપી બોલર બ્રેટ લીએ તેને સમર્થન આપ્યું છે. સચિને કહ્યું, "બોલને ચમકાવવા માટે લાળના ઉપયોગ પરનો પ્રતિબંધ યોગ્ય છે, પરંતુ એક ટેસ્ટમાં દર 50 અથવા 55 ઓવર પછી નવો બોલ લેવો જોઈએ. તે બોલરો માટે જરૂરી છે." તમને જણાવી દઈએ કે અત્યારે બોલિંગ ટીમ 80 ઓવર પછી જ નવો બોલ લઈ શકે છે. 

સચિન અને બ્રેટ લીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 100 એમબી   પર વાતચીત કરી હતી. સચિને કહ્યું કે, "જો અચાનક જ ટેસ્ટ ક્રિકેટમાં આટલું પરિવર્તન આવશે, તો રમતનું સ્તર નીચે આવી જશે. ગેમ નોંધપાત્ર રીતે ધીમી થશે. બેટ્સમેન સમજી જશે કે જો તે ખોટો શોટ નહીં રમે તો તેને આઉટ કરી શકાતો નથી. જ્યારે બોલર જાણશે કે તેની પાસે રાહ સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી."

આર્ટિફિશિયલ વસ્તુનો ઉપયોગ કરવો જોઇએ
સચિને કહ્યું કે, ટેસ્ટમાં 50 અથવા 55 ઓવર પછી નવો બોલ લઈ શકાય છે. આ રમતમાં ઘણા બધા ફેરફારો લાવી શકે છે. વનડે 50 ઓવરની છે. બંને એન્ડ્સથી અલગ-અલગ બોલનો ઉપયોગ થાય છે. એટલે કે એક બોલથી 25 ઓવરની રમત થાય છે. ટેસ્ટમાં પણ આવું કરી શકાય છે. બોલ ચમકાવવા આર્ટિફિશિયલ વસ્તુનો ઉપયોગ કરવો જોઇએ. દરેક વ્યક્તિએ આના પર સંમત થવું જોઈએ. બેટ્સમેન અને બોલર બંને ખુશ થઈ શકે છે. "

ઘણા દેશોમાં ઠંડીને કારણે પરસેવો નથી આવતો
ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડનું ઉદાહરણ આપતા સચિને કહ્યું કે, તમે ટેસ્ટ ક્રિકેટમાં લાળનો ઉપયોગ કરી શકતા નથી. ઘણા દેશોમાં  પરસેવો પણ નહીં આવે. આ સ્થિતિમાં ઘણી મુશ્કેલી આવી શકે છે. કારણ કે પરસેવો ત્યાંના હવામાન પર આધારીત છે. ડે-નાઈટ મેચમાં આ સૌથી વધુ થશે. બોલને ચમકાવવા માટે થૂંક અથવા પરસેવો વપરાય છે. ICCએ ચેપની સંભાવનાને દૂર કરવા માટે લાળના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. પરંતુ, પરસેવાથી બોલને શાઇન કરી શકાય છે. જોકે, કેટલાક બોલરો માને છે કે પરસેવો લાળ જેટલો અસરકારક નથી. 

અમ્પાયર બોલરો સાથે નરમ વલણ અપનાવે
લાળના ઉપયોગ પર પ્રતિબંધ અંગે લીએ કહ્યું, "બોલરને મદદ કરી શકે તેવી બીજી ઘણી રીતો છે." ICCએ આની તપાસ કરવી જોઈએ. અમ્પાયરોએ બોલરો સાથે નરમ અભિગમ અપનાવવો જોઇએ. કોઈ પણ પગલા લેતા પહેલા બોલ પર લાળ લગાવવાની સ્થિતિમાં બોલરને 2 અથવા 3 વાર ચેતવણી આપવી જોઈએ. હું તમને ગેરેન્ટી આપી શકું છું કે જો ખેલાડીઓને કહેવામાં આવે કે આમ નથી કરવાનું તો તે જાણીજોઈને આવું કરશે નહિ. પરંતુ મને લાગે છે કે આદતના કારણે આવું થઈ શકે છે.