• Home
  • News
  • ટેનિસ સ્ટાર સિમોના હાલેપે શરૂ કરી નવી લાઈફ, 12 વર્ષ મોટા બોયફ્રેન્ડ સાથે કર્યા લગ્ન
post

પૂર્વ વર્લ્ડ નંબર વન સિમોના હાલેપે 41 વર્ષીય બિઝનેસમેન ટોની લ્યૂરક સાથે રોમાનિયામાં લગ્ન કર્યા. તેમના લગ્નના ફોટા સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યા છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-09-21 10:38:51

નવી દિલ્હીઃ પૂર્વ વર્લ્ડ નંબર વન સિમોના હાલેપે 41 વર્ષીય બિઝનેસમેન ટોની લ્યૂરક સાથે રોમાનિયામાં લગ્ન કર્યા. તેમના લગ્નના ફોટા સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યા છે. પૂર્વ વર્લ્ડ નંબર અને દિગ્ગજ સિમોના હાલેપ લગ્ન બંધનમાં જોડાઈ ગયા છે. 29 વર્ષીની રોમાનિયાની આ સ્ટાર ખેલાડીએ પોતાના બિઝનેસમેન બોયફ્રેન્ડ ટોની લ્યૂરક સાથે લગ્ન કર્યા છે. લગ્નના ફોટા તેમને સોશિયલ મીડિયા પર શેર કરીને આ વિશેની જાણકારી આપી. 

ગત સપ્તાહે હાલેપે ખુલાસો કર્યો હતો કે તે જલ્દી જ લગ્ન કરવાની છે. યૂએસ ઓપનથી પરત ફરતાં સમયે ઓટોપેની એરપોર્ટ પર ફેન્સને પોતાના લગ્ન વિશેની જાણકારી આપી હતી. તેણે કહ્યું હતું કે, આ એક સુંદર ઈવેન્ટ છે. હું ઘણી ભાવુક છું. આ ગ્રેંડ સ્લેમ જીતવા સિવાય અલગ ભાવના છે, ટેનિસ ટેનિસ જ રહેશે. આ ખુબ મોટું પગલું છે અને હું ખુશ છું કે મારી લાઈફમાં આ દિવસ આવી રહ્યો છે. 

સિમોના હાલેપના પતિ ટોની એક બિઝનેસમેન છે, તેમને પોતાના લગ્નમાં મિત્રો અને સગાસબંધીઓને આમંત્રણ આપ્યું હતું. ગેસ્ટ લિસ્ટમાં ઈલી નાસ્ટેસ અને ઈઓન ટિરિએક જેવા મોટા ખેલાડીઓ તેના લગ્નમાં હાજર રહ્યા હતા. આ સિવાય રાષ્ટ્રપતિ ક્લોસ ઈઓહાન્નિસ પણ ઉપસ્થિત રહ્યા હતા. 

સિમોના હાલેપે ટોક્ટો ઓલિમ્પિકમાં ભાગ લીધો નહતો. ઈજા પહોંચી હોવાથી તેણે આ નિર્ણય લીધો હતો. ઈજા બાદ તેણે યૂએસ ઓપનમાં ભાગ લીધો હતો. ત્યાં પણ તે ત્રીજા રાઉન્ડ સુધી જ પહોંચી શકી હતી. તેને યૂક્રેનની એલિના સ્વિતોલિનાને 6-3, 6-3થી માત આપી હતી.

સિમોના હાલેપ રોમાનિયાના દિગ્ગજ ટેનિસ ખેલાડીઓમાંથી એક છે. તેણે અત્યાર સુધીમાં બે ગ્રેંડ સ્લેમ જીત્યા છે. તેમને પહેલો ગ્રેંડ સ્લેમ 2018માં ફ્રેંચના રૂપમાં અને બીજો 2019માં વિંબલડન ચેમ્પિયયનશીપમાં જીત્યો હતો. તે વર્ષ 2017 અને 2019માં ડબ્લ્યૂટીએ સિંગલ્સમાં નંબર-1 રેકિંગ પર હતી.