• Home
  • News
  • ભારત-ચીન વચ્ચે તંગદિલી વધતા કચ્છ સરહદે પાકિસ્તાને હિલચાલ વધારી
post

પાકિસ્તાને સ્થાપેલી 32 બટાલિયન સિરક્રીકમાં ધકેલાય તેવી સંભાવના

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-18 12:00:00

નારાયણ સરોવર: ભારત અને ચીન વચ્ચે સીમા પર 45 વર્ષ પછી લોહીયાળ સંઘર્ષ થતાં તેની અરસ દેશની બીજી સરહદો પણ દેખાઇ રહી છે. કચ્છ સરહદ પર સામે પાકિસ્તાને ભારત પર દબાણ વધારવા હીલચાલ શરૂ કરી છે. 

ભારત અને ચીન સીમા વિવાદ હવે મોટા તણાવમાં બદલાઇ રહ્યો છે ત્યારે સોમવારે રાત્રે બંને દેશના સૌનિકો વચ્ચે હિંસક અથડામણ થઇ છે. આ હિંસક અથડામણની અસર પશ્ચિમમાં ભારત-પાકિસ્તાનની સરહદે થઇ છે. કચ્છની બોર્ડર પર પાકિસ્તાને પોતાની જમીનપર સુરક્ષા એજન્સીઓની મુવમેન્ટ એકાએક મંગળવારના સવારથી જ જોવા મળી રહી છે. ભારત-ચીન વચ્ચે અથડામણથી રાબેતા મુજબ પાકિસ્તાન ખુશ છે. અને આ ચક્કરમાં જ ભારત પર દબાવ બનાવવા કચ્છ સામેપાર મુવમેન્ટ વધારી રહ્યો છે. કચ્છ સામેપાર ક્રિકો અને અરબસાગરમાં ચહલ પહલ વધી ગઇ છે. સિંધ પ્રાંતના બદીનથી જીરો પોઇન્ટ સુધી 32મી બટાલીયનની મુવમેન્ટ વધી ગઇ છે. 

હાલમાં જ 31 બટાલીયનની સ્થાપના પાકિસ્તાને કરી છે. જે સીરક્રિક માટે છે તેને હજુ કાર્યરત કરવામાં આવી નથી. સંભવત ભારત પર દબાવ વધારવા માટે 32 બટાલીયનને પણ કચ્છ સામેપાર ધકેલવામાં આવશે. 

લદ્દાખની ઘટના બાદ પાકિસ્તાને પોતાની મુવમેન્ટ વધારીને ચીનને એક પ્રકારની સર્ટિફિકેટ આપ્યો છે કે તેઓ ચિનના દોસ્ત છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post