• Home
  • News
  • CRPFની પેટ્રોલિંગ પાર્ટી પર હુમલામાં 3 જવાન શહીદ, એક આતંકી ઠાર; 2 દિવસ પહેલા જ કર્નલ અને મેજર સહિત 5 શહીદ થયા હતા
post

એક દિવસ અગાઉ રાષ્ટ્રીય રાઈફલ્સના કમાન્ડિંગ ઓફિસર કર્નલ આશુતોષ સહિત 5 જવાન શહીદ થયા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-05 09:32:16

શ્રીનગર: હંદવાડાના કાજીબાદ વિસ્તાર પાસે સોમવારે CRPFના જવાનો પર આતંકવાદીઓએ હુમલો કર્યો છે. સુરક્ષાદળોએ તાત્કાલિક જવાબી કાર્યવાહી કરતા એક આતંકવાદીને મારી પાડ્યો છે. આ હુમલામાં ત્રણ જવાન શહીદ થયા છે. હુમલા બાદ CRPFએ સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે. આ વિસ્તારમાં આતંકવાદીઓની શોધખોળ કરવામાં આવી રહી છે.  

એક દિવસ અગાઉ એનકાઉન્ટરમાં પાંચ જવાન શહીદ થયા હતા, તોઈબાનો કમાન્ડર પણ ઠાર કરાયો હતો
હંદવાડામાં રવિવારે એનકાઉન્ટરમાં સેનાની 21મી રાષ્ટ્રીય રાઈફલ્સ (આરઆર)ના કમાન્ડિંગ ઓફિસર કર્નલ આશુતોષ શર્મા સહિત 5 જવાન શહીદ થયા હતા. આ અથડામણમાં સેનાએ બે આતંકવાદીને ઠાર કર્યા હતા. આ પૈકી એક લશ્કર-એ-તોઈબાનો ટોપ કમાન્ડર હૈદરનો સમાવેશ થતો હતો. આતંકવાદીઓ છૂપાયા હોવાની માહિતી બાદ ઉત્તર કાશ્મીરના એક ઘરમાં સુરક્ષાદળોએ હુમલો કર્યો હતો. આતંકવાદીઓએ ઘરના લોકોને બંધક બનાવીને રાખ્યા હતા. તેમને બચાવવા માટે સેના અને પોલીસની ટીમ ગઈ હતી. આ લોકોને સુરક્ષા દળોએ છોડાવી લીધા હતા.

5 વર્ષ બાદ આતંકવાદી અથડામણમાં કમાન્ડિંગ ઓફિસર શહીદ

·         સેનાએ જમ્મુ-કાશ્મીરમાં પાંચ વર્ષ બાદ આતંકવાદી સાથેની અથડામણમાં કમાન્ડિંગ ઓફિસર ગુમાવ્યાને ગુમાવ્યા છે. આ અગાઉ વર્ષ 2015માં કુપવાડાના હાજીનાકા જંગલમાં આતંકવાદી અથડામણમાં 41 રાષ્ટ્રીય રાઈફલ્સના કમાન્ડિંગ ઓફિસર કર્નલ સંતોષ મહાડિક શહીદ થયા હતા. તેઓ મહારાષ્ટ્રના રહેવાસી હતી. કર્નલ સંતોષ મહાડિકની પત્ની સ્વાતિએ વર્ષ 2017માં સેના જોઈન્ટ કરી હતી.

·         27 જાન્યુઆરી 2015ના રોજ 42 રાષ્ટ્રીય રાઈફલ્સના કમાન્ડિંગ ઓફિસર કર્નલ એમએન રાય કાશ્મીરના ત્રાલમાં અથડામણમાં શહીદ થયા હતા. કર્નલ ગોરખા રેજીમેન્ટના હતા અને ઉત્તર પ્રદેશના ગાજીપુરના રહેવાસી હતા. તેમને મરણોપરાંત શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post