• Home
  • News
  • શેન વોર્નની તે છેલ્લી 20 મિનિટ, મિત્રો કરતા રહ્યા સંઘર્ષ; હોસ્પિટલ પહોંચતા જ છોડ્યો શ્વાસ
post

થાઈલેન્ડ પોલીસે જણાવ્યું કે ઘટના સમયે મિત્રોએ લગભગ 20 મિનિટ સુધી શેન વોર્નનો જીવ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે સફળ થઈ શક્યા ન હતા

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-05 11:49:50

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના લેજન્ડ શેન વોર્નનું થાઈલેન્ડમાં 52 વર્ષની ઉંમરે શંકાસ્પદ હાર્ટ એટેકથી નિધન થયું છે. આ સમાચારની પુષ્ટી તેમના મેનેજમેન્ટે કરી છે. આ મામલે જાણકારી સામે આવી છે કે શેન વોર્નની સાથે થાઈલેન્ડમાં કોહ સમુઇના પ્રાઈવેટ વિલામાં તેમના ત્રણ મિત્રો પણ હતા.

ઘટના સમયે મિત્રોએ લગભગ 20 મિનિટ સુધી શેન વોર્નનો જીવ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે સફળ થઈ શક્યા નહીં. આ જાણકારી આ મામલે તપાસ કરી રહેલી થાઈલેન્ડ પોલીસે આપી છે. જો કે, પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે કે, અત્યાર સુધી શેન વોર્નના નિધનમાં કંઈપણ શંકાસ્પદ જોવા મળ્યું નથી.

મિત્રો-ડોક્ટર્સે કર્યો જીવ બચાવવાનો પ્રયાસ
પોલીસના જણાવ્યાં અનુસાર, વોર્ન અને તેના અન્ય ત્રણ મિત્રો પ્રાઈવેટ વિલામાં રોકાયા હતા. આ દરમિયાન રાત્રી ભોજન દરમિયાન શેન વોર્ન જ્યારે નીચે આવ્યો નહીં, ત્યારે એ મિત્ર તેને જોવા માટે ગયો હતો. આ દરમિયાન વોર્ન બેભાન અવસ્થામાં મળ્યો હતો. ત્યારે મિત્રોએ તેનો CPR દ્વારા જીવ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. તે દરમિયાન એમ્બ્યુલન્સને પણ ફોન કર્યો હતો.

વોર્નને ઇમરજન્સીમાં થાઈ ઇન્ટરનેશનલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં પણ વોર્નને લગભગ 5 મિનિટ સુધી CPR આપવામાં આવ્યું, પરંતુ વોર્નનો જીવ બચાવી શક્યા નહીં. તેઓ મોતનું કારણ કહી શક્યા ન હતા, પરંતુ તેને શંકાસ્પદ પણ માનવામાં આવી રહ્યું નથી.

ટૂંક સમયમાં ઓસ્ટ્રેલિયા પહોંચશે વોર્નની ડેડબોડી
ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી મારિસ પાયનેએ વોર્નની સાથે હાજર મિત્રો સાથે વાત કરી. સાથે જ વોર્નની બોડીને વતન લાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. વિદેશ મંત્રીએ કહ્યું કે અમે થાઈ પ્રશાસન સાથે વાત કરી રહ્યા છે. તેમની સાથે દરેક સંભવ જરૂરી મદદ કરવાની વાત થઈ છે. ટૂંક સમયમાં વોર્નની ડેડબોડી ઓસ્ટ્રેલિયા પહોંચશે.

શું છે CPR?
CPR
એટલે કાર્ડિયો પલ્મોનરી રિસસિટેશન (Cardiopulmonary resuscitation) એક પ્રકારની મેડિકલ થેરાપી છે. જે દર્દીનો જીવ બચાવવા માટે ઇમરજન્સી સ્થિતિમાં આપવામાં આવે છે. આ થેરાપી કાર્ડિયક અરેસ્ટ અથવા શ્વાસ લેવામાં થતી તકલીફની સ્થિતિમાં આપવામાં આવે છે. આ થેરાપીથી અત્યાર સુધી ઘણા લોકોનો જીવ બચાવવામાં આવ્યો છે.

ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પૂલની એક તસવીર પોસ્ટ કરી હતી
વોર્નના મેનેજમેન્ટે જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું કે, પરિવાર આ સમયે ગોપનીયતાની વિનંતી કરે છે અને યોગ્ય સમયે વધુ વિગતો આપશે. ગુરુવારના જ શેન વોર્ને તેના થાઈલેન્ડમાં સ્થિતિ વિલાની એક તસવીર તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પૂલની તસવરી પોસ્ટ કરી હતી, જેમાં તેમણે કેપ્શન લખ્યું હતું, 'સમજન વિલાસ તરફથી આપ સૌને શુભ રાત્રિ.' આ સમયે તે થાઈલેન્ડમાં સમય વિતાવી રહ્યો હતો.