• Home
  • News
  • સરકાર અને ખેડૂતો વચ્ચે આજે 10મી બેઠક, ખેડૂત નેતાએ કહ્યું- સરકાર પાસેથી હવે કોઈ આશા નથી
post

કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે પણ માન્યું છે કે, હજી સુધી 50 ટકા મુદ્દાઓના ઉકેલ નથી આવ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-15 09:37:11

ખેડૂત આંદોલનનો શુક્રવારે (15 જાન્યુઆરીએ) 51મો દિવસ છે. કેન્દ્ર સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે આજે 10મી વખત બેઠક થવાની છે. બીજી બાજુ ખેડૂત નેતાઓએ કહ્યું છે કે, અમે સરકાર સાથે બેઠક કરી રહ્યા છીએ, પરંતુ આ બેઠકથી અમને વધારે આસા નથી. અમે માત્ર કૃષિ કાયદા પરત લેવાની વાત કરીએ છીએ, તે સાથે અમારા પાકના ટેકાના ભાવની ગેરંટી ઈચ્છીએ છીએ.

અત્યાર સુધીની 9 બેઠકમાં શું થયું

પહેલી વખત-14 ઓક્ટોબર
શું થયું- મીટિંગમાં કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરની જગ્યાએ કૃષિસચિવ આવ્યા. ખેડૂત સંગઠનોએ મીટિંગનો બોયકોટ કર્યો. તેઓ કૃષિમંત્રી સાથે જ વાત કરવા માગતા હતા.

બીજી બેઠક-13 નવેમ્બર
શું થયું- કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને રેલવેમંત્રી પીયૂષ ગોયલે ખેડૂત સંગઠનો સાથે મીટિંગ કરી. 7 કલાક વાતચીત ચાલી, પણ એનું કોઈ પરિણામ ન આવ્યું

ત્રીજી બેઠક-1લી ડિસેમ્બર
શું થયું- ત્રણ કલાક વાત થઈ. સરકારે એક્સપર્ટ કમિટી બનાવવાનું સૂચન આપ્યું, પણ ખેડૂત સંગઠન ત્રણ કાયદાને રદ કરવાની માગ પર અડગ છે.

ચોથી બેઠક-3 ડિસેમ્બર
શું થયું- સાડાસાત કલાકની વાતચીત થઈ. સરકારે વાયદો કર્યો કે એમએસપી સાથે કોઈ ચેડાં કરવામાં નહીં આવે. ખેડૂતોનું કહેવું હતું કે સરકારે એમએસપી પર ગેરંટી આપવાની સાથે સાથે ત્રણ કાયદા પણ રદ કરે.

5મી બેઠક- 5 ડિસેમ્બર શું થયું- સરકાર એમએસપી પર લેખિત ગેરંટી આપવા માટે તૈયાર, પણ ખેડૂતોએ સ્પષ્ટ કહ્યું, કાયદો રદ કરવા અંગે સરકાર હા કે નામાં જવાબ આપે.

6ઠ્ઠી બેઠક - 8 ડિસેમ્બર
શું થયું- ભારત બંધના દિવસે જ ગૃહમંત્રી અમિત શાહે બેઠક કરી. અગાઉના દિવસે સરકારે 22 પેજનો પ્રસ્તાવ આપ્યો, પણ ખેડૂત સંગઠને નકારી દીધો.

7મી બેઠક 30 ડિસેમ્બર
શું થયું-નરેન્દ્ર સિંહ તોમર અને પીયૂષ ગોયલે ખેડૂત સંગઠનોના 40 પ્રતિનિધિ સાથે બેઠક કરી. બે મુદ્દા પર મતભેદ યથાવત્, પણ બે માટે રાજી થઈ ગયા.

8મી બેઠક 4 જાન્યુઆરી
શું થયું- 4 કલાક ચાલેલી બેઠકમાં ખેડૂત કાયદો પાછો લેવાની માગ પર અડગ. મીટિંગ ખતમ થયા પછી કૃષિ મંત્રીએ કહ્યું તાળી બન્ને હાથેથી વાગે છે.

9મી બેઠક: 8 જાન્યુઆરી
શું થયું: વાતચીતનું કોઈ પરિણામ ન આવ્યું. ખેડૂતોએ બેઠકમાં કડક વલણ અપનાવ્યું. બેઠકમાં ખેડૂતોએ પોસ્ટર પણ લગાવ્યા, જેના પર ગુરુમુખીમાં લખ્યું હતું, મરીશું અથવા જીતીશું. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે પણ માન્યું કે, 50 ટકા મુદ્દાઓના ઉકેલ નથી આવ્યા.

 

adv

Related News

post
post
post
post
post
post
post