• Home
  • News
  • સાંતલપુરના ખારા પાટની 1481 હેક્ટર જમીન મીઠા પાણીના સરોવરમાં ફેરવાઈ
post

સાંતલપુર તાલુકાના પીપરાળા ગામ નજીકના ખારા પાટ માત્ર કચ્છ જિલ્લામાં સારો વરસાદ થાય તો જ મીઠા પાણીથી છલકાય છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-17 11:36:06

પાટણ: પાટણ જિલ્લાનો સાંતલપુર તાલુકો એવો વિસ્તાર છે કે, જ્યાં ઉનાળા દરમિયાન પાણીની એક એક બુંદ માટે લોકો તરસતા હોય છે. સાંતલપુર તાલુકાના પીપરાળા ગામ નજીકના ખારા પાટ માત્ર કચ્છ જિલ્લામાં સારો વરસાદ થાય તો જ મીઠા પાણીથી છલકાય છે.

કચ્છ જિલ્લામાં અત્યાર સુધીની સિઝનમાં 80 ટકા વરસાદ થતાં હાલમાં વિશાળ ખારા પાટની કુલ વિસ્તારમાંથી 1481 હેક્ટર જમીન મીઠા પાણીના સરોવરમાં ફેરવાયું છે. જોકે, કમનસીબે આ વિસ્તારમાં વરસાદી પાણીનો સંગ્રહનું કોઇ આયોજન ન હોઇ ઉઘાડ નિકળતાંની સાથે ગણતરીના દિવસો પાણીનું બાષ્પીભવન સાથે જમીનમાં ઉતરી જશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post