• Home
  • News
  • ધોની હેઠળ જીતેલી 2011ની વર્લ્ડ કપ ફાઇનલ કોહલીની ફેવરિટ મેચ છે, ભારત 28 વર્ષ પછી ચેમ્પિયન બન્યું હતું
post

વિરાટ કોહલીએ એક ટીવી શોમાં કહ્યું- મારી બીજી ફેવરિટ મેચ ઓસ્ટ્રેલિયા સામે 2016ના T-20 વર્લ્ડ કપની ક્વાર્ટરફાઇનલ છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-11 10:52:05

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી 2011 વર્લ્ડ કપમાં શ્રીલંકા સામેની જીત હજી પણ ભૂલી શક્યો નથી. તેના ફેવરિટ મેચની લિસ્ટમાં તે મુકાબલો ટોપ પર છે. વિરાટે સ્ટાર સ્પોર્ટ્સના ક્રિકેટ કનેક્ટેડ શોમાં આ વાત કરી હતી. તેમજ 2016માં ઓસ્ટ્રેલિયા સામે T-20 વર્લ્ડ કપની ક્વાર્ટફાઇનલની જીત પણ તેના દિલની બહુ નજીક છે. ત્યારે વિરાટે 82 રનની અણનમ ઇનિંગ્સ રમીને ભારતને સેમિફાઇનલમાં પહોચાડ્યું હતું.

2016ના T-20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ભારત હાર્યું હતું
કોહલીએ કહ્યું કે, 2011ના વર્લ્ડ કપની ફાઇનલ પછી મારી બીજી ફેવરિટ મેચ મોહાલીમાં ઓસ્ટ્રેલિયા સામેની T-20 વર્લ્ડ કપની ક્વાર્ટફાઇનલ છે. જોકે અમે સેમિફાઇનલમાં વેસ્ટ ઇન્ડિઝ સામે 7 વિકેટે હારીને ટૂર્નામેન્ટની બહાર થઇ ગયા હતા. 

સ્ટેડિયમમાં દર્શકો વગર રોમાંચનો અભાવ અનુભવાશે
કોહલીએ સ્ટાર સ્પોર્ટ્સના ક્રિકેટ કનેક્ટેડ શોમાં કહ્યું હતું કે, દર્શકો વિના મેચ થવી શક્ય છે. સાચું કહું તો, મને ખબર નથી કે બધા લોકો આને કઈ રીતે લેશે, કારણ કે અમે બધા દર્શકોથી ભરેલા મેદાનમાં રમવા માટે ટેવાયેલા છીએ. ક્રિકેટ દર્શકો વગર રમાય છે, પરંતુ સ્ટેડિયમમાં રોમાંચ અને જાદુઈ લાગણીનો અભાવ જોવા મળશે.