• Home
  • News
  • વાઈરસને સંક્રમણ ફેલાવવા માટે જે પ્રોટીન જોઈએ છે તે પુરુષોમાં વધારે, તેથી મહિલાઓ કરતાં વધુ જોખમ છે
post

પુરુષોમાં સ્વસ્છતાની ખરાબ ટેવ, સ્મોકિંગ અને લાઈફસ્ટાઈલ ડિસીઝ સંક્રમણનું જોખમ વધારે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-21 11:57:22

વિશ્વભરમાં પુરુષોમાં કોરોનાનાં કિસ્સા વધુ જોવા મળે છે. તેનું કારણ છે બીમારી સામે લડવાની વધારે ક્ષમતા મહિલાઓમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, ઈમ્યુનિટી ઉપરાંત પણ ઘણા કારણો છે. પુરુષોમાં જીવનશૈલી સાથે જોડાયેલી બીમારીઓ (લાઈફસ્ટાઈલ ડિસીઝ)ના કેસ પણ મહિલાઓ કરતા વધારે છે અને પુરુષો પોતાને સ્વચ્છ રાખવામાં પણ મહિલાઓ કરતા પાછળ છે.

બીજું સૌથી મોટું કારણ છે ACE2 નામનું પ્રોટીન, જે કોરોનાને ફેલાવવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે, કેમ કે, આ વાઈરસ પણ RNA એટલે કે રાઈબોન્યૂક્લિક એસિડથી બન્યો છે જે એક પ્રકારનું પ્રોટીન જ છે. 

દુનિયાના 6 દેશોના આંકડોની જ્યારે સરખામણી કરવામાં આવી ત્યારે સ્પષ્ટ થયું કે, મહિલાઓમાં કોરોનાને કેસ ઓછા છે. જેમાં ફ્રાન્સ, ચીન, ઈટાલી, દક્ષિણ કોરિયા સામેલ છે. અહીં મહિલાઓની સરખામણીમાં પુરુષોમાં સંક્રમણના કારણે મૃત્યુના આંકડા 50 ટકા વધારે છે. તાજેતરમાં કરવામાં આવેલ રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, મહિલાઓમાં સંક્રમણ નાશ પામવામાં 4 દિવસ લાગે છે જ્યારે પુરુષોમાં 6-8 દિવસનો સમય લાગે છે. 

5 મોટા કારણો જેના કારણે પુરુષોમાં સંક્રમણના કેસ વધારે છે-

1. સ્મોકિંગઃ તે ફેફસાંને નુકસાન પહોંચાડીને જોખમ વધારે છે
ન્યૂ ઈંગ્લેંડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, ચીનમાં કોરોનાના કારણે મૃત્યુ પામનાર લોકોમાં 26 ટકા લોકો ધૂમ્રપાન કરનારાઓ હતા. સંશોધનકારોના જણાવ્યા પ્રમાણે, ધૂમ્રપાન કરવામાં પુરુષો મહિલા કરતા આગળ છે. સમગ્ર વિશ્વમાં ધૂમ્રપાન કરનારાઓમાંથી એક તૃતીયાંશ માત્ર ચીનમાં છે, જ્યારે ફક્ત બે ટકા સ્ત્રીઓ અહીં ધૂમ્રપાન કરે છે. બ્રિટેનમાં 16.5 ટકા પુરુષો અને 13 ટકા મહિલાઓ ધૂમ્રપાન કરે છે. રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, સિગારેટ પીતી વખતે હાથ વારંવાર મોં સુધી પહોંચે છે એટલા માટે સંક્રમણનું જોખમ વધી જાય છે. 

રામ મનોહર લોહિયા (RML)હોસ્પિટલ, નવી દિલ્હીના નિષ્ણાત જો. એકે વાર્ષ્ણેયના જણાવ્યા પ્રમાણે, કોરોનાવાઈરસનું સંક્રમણ સિગાટેરના ધુમાડાથી નથી ફેલાતું, પરંતુ ધુમાડો ફેફસાંને નુકસાન પહોંચાડે છે. જો કોઈ વધુ સિગારેટ પીવે તો તેના ફેફસાં નબળા થઈ જાય છે અને આવા લોકોને વાઈરસના સંક્રમણનું જોખમ પણ વધારે હોય છે. મનુષ્ય જે કોઈપણ પ્રકારનું ધૂમ્રપાન કરે છે, તેમને સંક્રમણ ફેલાવવાનું જોખમ વધારે છે. 


2. નબળી ઈમ્યૂન સિસ્ટમઃ ફીમેલ હોર્મોન વધારે મજબૂત 

અમેરિકન જર્નલ ઓફ ફિઝિયોલોજીના જણાવ્યા પ્રમાણે, કોરોનાની સામે લડવામાં મહિલાઓની ઈમ્યુનિટી મજબૂત છે. સંશોધનકારોના જણાવ્યા પ્રમાણે, મહિલાઓમાં રિલીઝ થતા સેક્સ હોર્મોન એસ્ટ્રોજન શરીરના કોષોને વાઈરસ સામે લડવા માટે એક્ટિવ કરે છે. જ્યારે પુરુષોમાં સેક્સ હોર્મોન ટેસ્ટોસ્ટેરોનની અસર અલગ હોય છે. એક્સ ક્રોમોસોમ્સમાં ઈમ્યુન જીન્સ (TLR7) હોય છે, જેને RNA વાઈરસ શોધી કાઢે છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીના ઇમ્યુનોલોજિસ્ટ પ્રો. ફિલીપ ગોલ્ડરના જણાવ્યા પ્રમાણે, મહિલાઓના શરીરમાં બીમારીઓ સામે લડવા માટેની પ્રતિક્રિયા ઝડપી હોય છે તેથી તેમની રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય છે અને બીમારી સામે લડવાની ક્ષમતા પણ વધારે હોય છે. 

3. લાઈફસ્ટાઈલ ડિસીઝઃ સાર્સ સમયે પણ 50 ટકાથી વધુ પુરુષો મૃત્યુ પામ્યા હતા
એન્નન્લસ ઓફ ઈન્ટરનેશન મેડિસિન જર્નલમાં પ્રકાશિત રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, પુરુષોમાં લાઈફસ્ટાઈલ ડિસીઝ જેમ કે, બ્લડ પ્રેશર, ડાયાબિટીસના કેસ મહિલાઓ કરતા વધારે હોય છે. આ બીમારીના કારણો કોરોના સંક્રમણનું જોખમ વધી જાય છે. રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, 2003માં સાર્સના સંક્રમણ દરમિયાન હોંગકોંગમાં સૌથી વધુ મહિલાઓ સંક્રમિત થઈ હતી પરંતુ પુરુષોની મૃત્યુની સંખ્યા 50 ટકા વધારે હતી. મર્સ મહામારી દરમિયાન પણ સંક્રમણથી પુરુષોના મોતનો આંકડો 32 ટકા હતો. જ્યારે મહિલાઓમાં આ આંકડો 25.8 ટકા હતો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના જણાવ્યા પ્રમાણે, મહિલાઓ પુરુષો કરતા 6થી 8 વર્ષ વધારે જીવે છે. 


4. ACE2 પ્રોટીનઃ તે પુરુષોમાં વધારે માત્રામાં હોય છે
જ્યારે કોરોનાવાઈરસ શરીરમાં પહોંચે છે તો એવા કોષોને જોડે છે જે  ACE2 પ્રોટીન રિલીઝ કરે છે. પ્રોટીન સામાન્ય રીતે ફેફસાં, હૃદય, અને આંતરડામાં જોવા મળે છે પરંતુ તેનું સૌથી વધારે પ્રમાણ ટેસ્ટિસ (વૃષણ-વીર્ય કોષ)માં જોવા મળે છે. જ્યારે મહિલાઓના ઓવરી (અંડાશય)માં ઓછી માત્રામાં જોવા મળે છે. 

5. હાઈજીનઃ પુરુષ પર્સનલ હાઈજીન- હાથ ધોવામાં પાછળ
મહામારી સામે લડવા માટે સમગ્ર દુનિયાના નિષ્ણાતો સાફ-સફાઈ રાખવાની સાથે વારંવાર હોથ ધોવાની સલાહ આપી હતી. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, મહિલાઓની સરખામણીમાં પુરુષો હાથ ધોવામાં બેદરકારી દાખવે છે. એટલા માટે પુરુષોમાં સંક્રમણના કેસ વધારે હોવાનું આ એક કારણ પણ છે. જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક યૂનિહિરો મેત્સુહિતાના જણાવ્યા પ્રમાણે, સ્વચ્છતા રાખવાના કિસ્સામાં ખાસ કરીને હાથ ધોવામાં પુરુષો મહિલાઓ કરતા પાછળ છે.

adv

Related News

post
post
post
post
post
post
post