• Home
  • News
  • લોકડાઉન પહેલા નવા કેસનો એવરેજ ગ્રોથ રેટ 35% હતો, ત્યારપછી ઘટીને 15% પહોંચ્યો; આ દરમિયાન એવરેજ 58 દર્દીઓ ઠીક થયા
post

24 માર્ચ સુધી દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 571 હતી, 25 માર્ચથી 14 એપ્રિલ સુધી 10,919 નવા દર્દીઓ વધ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-20 11:59:26

નવી દિલ્હી: ચીનના વુહાન શહેરમાંથી ફેલાયેલો કોરોના વાઈરસ દુનિયા માટે માથાનો દુખાવો બન્યો છે. હાલ કોરોનાની કોઈ અસરકારક દવા કે વેક્સીન બની નથી. તેથી સમગ્ર દુનિયાના લોકો તેને અટકાવવા માટે માત્ર એક લોકડાઉનનો ઉપાય અપનાવી રહી છે.

ભારતમાં પણ કોરોનાને અટકાવવા માટે લોકડાઉન લગાવવામાં આવ્યું છે. પહેલાં લોકડાઉન 21 દિવસ માટે લગાવવામાં આવ્યો હતો અને ત્યારપછી તેમાં 19 દિવસ વધારી દેવામાં આવ્યા હતા. લોકડાઉનનો પહેલો ફેઝ 25 માર્ચથી 14 એપ્રિલ વચ્ચે લાગુ કરવામાં આવ્યો હતો અને બીજો તબક્કો 15 એપ્રિલથી 3 મે સુધીનો રાખવામાં આવ્યો હતો.

21 દિવસના લોકડાઉન પછી પણ દેશમાં કોરોનાના કેસ વધતા રહેતા હોવાથી બીજા તબક્કાનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જોકે સ્વાસ્થય મંત્રાલયે12 એપ્રિલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, દુનિયામાં કોકોના 41% ગ્રોથ રેટ સાથે ફેલાઈ રહ્યો હતો. જો સરકાર તરફથી શરૂઆતમાં કોઈ એક્શન ન લીધા હોત તો તેના ગ્રોથ રેટ પ્રમાણે 15 એપ્રિલ સુધી 8.2 લાખ લોકોને કોરોના ઈન્ફેક્શન થવાની શક્યતા હતા.

લોકડાઉન પહેલાં દેશની સ્થિતિ શું હતી?
દેશમાં લોકડાઉન તે સમયે લગાવવામાં આવ્યું જ્યારે કોરોના દર્દીઓની સંખ્યા અચાનક વધવા લાગી હતી. દેશમાં કોરોનાનો પહેલો કેસ 30 જાન્યુઆરીએ આવ્યો હતો. ત્યારપછી 2 ફેબ્રુઆરી સુધી 3 નવા કેસ સામે આવ્યા હતા. પરંતુ પછી એક મહિનાની અંદર કોઈ કેસ નોંધાયો નહતો. આ ત્રણેય દર્દીઓ સાજા થઈ ગયા હતા. ત્યારપછી 2 માર્ચથી દેશમાં કોરોનાના કેસ અચાનક વધવા લાગ્યા હતા.

22 માર્ચે જનતા કર્ફ્યૂ લગાવવામાં આવ્યો અને 25 માર્ચથી દેશમાં લોકડાઉન લાગુ થઈ ગયું. લોકડાઉનના એક દિવસ પહેલા સુધી એટલે કે 24 માર્ચ સુધી દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 571 હતી. ત્યાં સુધીમાં 10 લોકોના મોત થઈ ગયા હતા. લોકડાઉન પહેલાં સુધી દેશમાં કોરોનાના કેસ ખૂબ ઓછા દેખાતા હતા, પરંતુ તેનો એવરેજ ગ્રોથ રેટ 35 ટકા આસપાસ હતો. એટલે કે રોજ કોરોનાના 35 ટકા નવા દર્દીઓ સામે આવ્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post