• Home
  • News
  • ગુજરાતીઓએ કદી હાર ન માની તેનું સૌથી મોટું કારણ છે - પરિવાર
post

ગુજરાત દેશનું એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં જેટલી વધારે મુશ્કેલીઓ આવી એટલી જ વધારે ઝડપથી પ્રગતિ પણ આવી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-22 11:16:16

અમદાવાદ: ગુજરાતમાં 32 લાખ સંયુક્ત પરિવાર, 20 હજાર ઘર એવા છે જ્યાં 10થી વધારે લોકો સાથે રહે છે. શહેરોમાં 13 લાખ, ગામડાઓમાં 19 લાખ ,સંયુક્ત પરિવારો છે....આ જ એ તાકાત જે કોઈને તૂટવા દેતી નથી..હંમેશા જીતવાની પ્રેરણા આપે છે. 

ગુજરાત દેશનું એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં જેટલી વધારે મુશ્કેલીઓ આવી એટલી જ વધારે ઝડપથી પ્રગતિ પણ આવી છે. ભલે એ 1998નું પૂર હોય, 2001નો ભૂકંપ હોય કે 2002ના રમખાણો. ગુજરાતીઓને જુસ્સો અને હિંમત આપવામાં સૌથી મહત્ત્વની ભૂમિકા હોય છે એમની સંસ્કૃતિનો. સંયુક્ત પરિવારોની સંસ્કૃતિ. આ જ કારણોસર સંયુક્ત પરિવારમાં ખુશીઓની ચાવીની સાથે દરેક દર્દની દવા પણ મળી જાય છે. 

વ્યવસાયમાં નુકસાન થાય. નોકરીમાં નિરાશા પ્રાપ્ત થાય. કે પછી અન્ય કોઈ પણ આપત્તિ આવે. સંયુક્ત પરિવાર આવી જ માનસિક, શારીરિક અને આર્થિક સંકટમાં હિંમત આપવાનું કામ કરે છે, સંઘર્ષ કરવાનું જોમ આપે છે અને ફરી બેઠા થવાની શક્તિ આપે છે. દેશમાં જ્યાં સંયુક્ત પરિવારોની સંખ્યા 18 ટકા છે, તો ગુજરાતમાં આ પ્રમાણ 24 ટકાછે. ગુજરાતમાં કુલ 1.22 કરોડ પરિવારો છે. તેમાં 32 લાખ સંયુક્ત પરિવાર તરીકે રહે છે. શહેરી વિસ્તારમાં 54 લાખ પરિવારોમાંથી 13 લાખ સંયુક્ત પરિવાર છે. જ્યારે ગામડાઓમાં 68 લાખમાંથી 19 લાખ સંયુક્ત પરિવાર છે. 

વસ્તીગણતરીના આંકડાઓ પ્રમાણે 22 લાખ પરિવાર એવા છે જ્યાં બેથી વધારે કપલ એક જ ઘરમાં રહે છે. 3થી વધારે કપલ ધરાવતા 5 લાખ પરિવાર છે. 4થી વધારે કપલ ધરાવતા 70 હજાર પરિવાર છે.જ્યારે 25 હજારથી વધારે એ‌વા પરિવાર છે જ્યાં એક જ પરિવારમાં 10થી વધારે લોકો રહે છે. ભૂકંપ વખતે જ્યારે મોટાભાગના મકાનો ધરાશાયી થઈ ગયા હતા. કચ્છમાં આજે પણ 40 હજારથી વધારે મહિલાઓ સ્વરોજગાર દ્વારા પરિવાર ચલાવે છે. 

આફતમાં આત્મવિશ્વાસ આપતા ઘર-ઘરના સંવાદ 

·         હું છું ને, ચિંતા કેમ કરે!

·         બધા હસે એટલે આપણે પણ હસવું 

·         મુશ્કેલીઓ સફળતાના અનેક માર્ગ ખોલી દેતી હોય છે.

·         કોશિશ છેલ્લા શ્વાસ સુધી કરવી જોઇએ

·         એક વાત યાદ રાખજો, સારા દિવસો મેળવવા માટે ખરાબ દિવસો સામે લડ઼વું પડે છે

·         ચિંતા ના કરો, સૌ સારા વાના થશે

·         ઈશ્વર સૌનો છે, આપણે ચિંતા નહી કરવાની!

·         ખાવું, પીવું ને જલસા કરવાના, ટેન્શન નહીં લેવાનું

·         ચિંતા ના કરીશ, આપણે છેલ્લે સુધી લડી લઇશું

·         અંધકાર પછી ઉજાસ હોય છે અને દુ:ખ પછી સુખ હોય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post