• Home
  • News
  • કેન્દ્રનો રાજ્યને અન્યાય : કોરોનાની લડતમાં 802 કરોડ ઓછા આપ્યા
post

૧,૧૦૬ કરોડની માગ સાથે માંડ ૩૦૪ કરોડ મળ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-05 10:22:57

કોરોના મહામારીને પહોંચી વળવા માટે ગુજરાત સરકારે બે વર્ષમાં રૃ. ૧૧૦૬ કરોડ જેટલી રકમની માગણી કરી હતી, જેની સામે કેન્દ્ર સરકારે ગુજરાતને માત્ર રૃ. ૩૦૪ કરોડની રકમ આપી હતી, ગુજરાતની માગણી સામે કેન્દ્ર સરકારે રૃ. ૮૦૨ કરોડની ઓછી ફાળવણી કરી છે, આમ કેન્દ્રમાં ભાજપની સરકાર હોવા છતાં ગુજરાતને અન્યાયનો સિલસિલો હજુય યથાવત્ છે.

ગુજરાતમાં કોરોના મહામારીની સ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૦-૨૧માં ૩૦૯ કરોડની માગણી કરી હતી, જેની સામે કેન્દ્ર સરકારે ૩૦૪ કરોડ પૂરા પાડયા હતા, એ પછી વર્ષ ૨૦૨૧-૨૨માં ૭૯૬ કરોડની રકમની માગણી કરવામાં આવી હતી, પરંતુ જૂન ૨૦૨૧ની સ્થિતિના અંતે કોઈ જ રકમ કેન્દ્ર સરકારે ફાળવી નથી. આમ ગુજરાત સાથે કેન્દ્ર તરફથી હજુય અન્યાય થઈ રહ્યો હોવાની સ્થિતિ છે.

કેન્દ્રે જે રકમ મોકલી હતી તે તમામ વપરાઈ ગઈ છે. કેન્દ્રે જે ૩૦૪ કરોડ આપ્યા હતા તેમાંથી નિદાન પાછળ ૧,૪૧૨ લાખ, પીપીઈ કિટ, માસ્ક અને દવાઓ પાછળ ૮,૧૪૧ લાખ, દર્દીઓ માટે વેન્ટિલેટર સહિતના સપોર્ટ સાધનો વગેરે પાછળ ૬,૮૩૫ લાખ, માનવ સંસાધન પાછળ ૫,૮૧૪ લાખની રકમ વાપરવામાં આવી છે. તાલીમ પાછળ ૧૪ લાખથી વધુની રકમ વાપરવામાં આવી છે. જિલ્લાઓને માગણી મુજબ ૧,૧૦૬ લાખની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post