• Home
  • News
  • સપ્ટેમ્બરથી દેશભરમાં સ્કૂલ-કોલેજો ખોલવા કેન્દ્રની વિચારણા, જે-તે રાજ્યમાં કોરોનાની સ્થિતિ અનુસાર નિર્ણય લેવાશે
post

આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગ સાથે મળીને તમામ રાજ્યોની પરિસ્થિતિ અંગેનો અહેવાલ મેળવશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-14 12:19:27

ગાંધીનગર: કોરોનાના કારણે ગુજરાત સહિત દેશભરમાં શૈક્ષણિક કાર્ય એટલે કે શાળા-કોલેજો બંધ છે. ત્યારે હવે, ફરીથી શાળા-કોલેજો શરૂ કરવા કેન્દ્ર સરકાર ગંભીર બની છે, જેમાં 1 સપ્ટેમ્બરથી જે તે રાજ્યની કોરોનાની સ્થિતિ મુજબ શૈક્ષણિક કાર્ય તબક્કાવાર શરૂ કરવાની વિચારણા ચાલી રહી છે. પરંતુ આ મામલે રાજ્ય સરકારો સાથે ચર્ચા કરીને અભિપ્રાય મેળવ્યા બાદ પણ આખરી નિર્ણય લેવાની સત્તા પણ રાજ્ય સરકારોને સોંપવામાં આવશે, કેન્દ્ર સરકાર માત્ર ગાઈડલાઈન આપશે.

પ્રાથમિક શાળાઓ નહીં ખુલે
પહેલી સપ્ટેમ્બરથી સિનિયર વિદ્યાર્થીઓ માટે શાળાઓ ખોલવાની કેન્દ્ર સરકારે તૈયારી કરી રહી હોવાનું બહાર આવ્યું છે. અત્યારે ધોરણ 10થી 12 વર્ગના વિદ્યાર્થીઓ માટે સપ્ટેમ્બરથી શાળાઓ ખોલવાની તૈયારી ચાલી રહી છે.પરંતુ પ્રાથમિક શાળાના બાળકો માટે અત્યારે શાળાઓ નહીં ખોલવાની નીતિ ચાલુ જ રહેશે.

રાજ્ય સરકારો સાથે મંત્રણા બાદ કેન્દ્ર નિર્ણય લેશે
કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષવર્ધનના નેતૃત્વ હેઠળ સચિવોની બનેલી ટીમ દ્વારા આ બાબતે ગંભીર મંત્રણા કરવામાં આવી હતી અને એવો અભિપ્રાય લેવામાં આવ્યો હતો કે, 1 સપ્ટેમ્બરથી 14મી નવેમ્બર સુધીના સમયગાળામાં તબક્કાવાર દેશમાં સ્કૂલ, હાઈસ્કૂલ ,કોલેજો સહિતના શૈક્ષણિક સંસ્થાનો ખોલવામાં આવશે. પરંતુ આ પગલું ભરતા પહેલાં તમામ રાજ્ય સરકારો સાથે મંત્રણા કરવામાં આવશે. બાદમાં એમનો અભિપ્રાય પણ લેવા આવશે અને ત્યારબાદ અંતિમ નિર્ણય જાહેર કરવામાં આવશે.

રાજ્યોનો અભિપ્રાય અંતિમ રહેશે
કેન્દ્ર સરકારે આ માટે 31મી ઓગસ્ટ બાદ અનલોકની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે . તેમાં પણ શૈક્ષણિક કાર્ય શરૂ કરવા અંગેનો ઉલ્લેખ હશે, પરંતુ અંતિમ નિર્ણય રાજ્ય સરકારો પર છોડવામાં આવશે. વિદ્યાર્થીઓને ફરી એમના ક્લાસરૂમમાં લાવવા માટે યોગ્ય સમય છે કે કેમ? તે બાબતની ચર્ચા રાજ્ય સરકારો સાથે થશે અને એમનો અભિપ્રાય અંતિમ ગણવામાં આવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post