• Home
  • News
  • કેન્દ્રએ ગુજરાતના 9 જિલ્લા રેડ ઝોનમાં, 19 ઓરેન્જ અને 5 જિલ્લા ગ્રીન ઝોનમાં રાખ્યા, 3 મે પછી રેડ સિવાયના ઝોનમાં છૂટછાટ મળી શકે
post

મોરબી, અમરેલી, પોબરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા ગ્રીન ઝોનમાં

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-01 12:16:23

અમદાવાદ: દેશભરમાં 3જી મેથી લોકડાઉનનો બીજો તબક્કો પૂર્ણ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે આ સંદર્ભે ચર્ચા કરી હતી. તેમજ કોવિડ 19ની ટીમ અને કેન્દ્રની આરોગ્ય ટીમ દ્વારા દરેક રાજ્યના આરોગ્યમંત્રી અને આરોગ્ય સચિવ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો અને કોરોનાગ્રસ્ત જિલ્લાઓને રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં વહેંચ્યા છે. કેન્દ્ર સરકાર પણ લોકડાઉન બાદ ઝોન આધારે જિલ્લાઓમાં છૂટછાટ અને કડક અમલ કરાવી શકે છે. કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી એડ્વાઇઝરી પ્રમાણે ગુજરાતના 9 જિલ્લા રેડ ઝોનમાં, 19 જિલ્લા ઓરેન્જ ઝોનમાં અને 5 જિલ્લા ગ્રીન ઝોનમાં આવે છે. રેડ ઝોનમાં કડક અમલ કરાવવામાં આવશે, જ્યારે ઓરેન્જ ઝોનને થોડીક છૂટછાટ મળી શકે છે. તેમજ ગ્રીન ઝોનને ઓરેન્જ કરતા થોડી વધુ આંશિક રાહત મળી શકે છે. 

ગુજરાતનો કયો જિલ્લો કયા ઝોનમાં અને કેટલા છે પોઝિટિવ દર્દી

જિલ્લા

ઝોન

પોઝિટિવ દર્દી
(30
એપ્રિલ સુધી)

અમદાવાદ

રેડ

3026

સુરત

રેડ

614

વડોદરા

રેડ

289

આણંદ

રેડ

74

બનાસકાંઠા

રેડ

28

પંચમહાલ

રેડ

34

ભાવનગર

રેડ

47

ગાંધીનગર

રેડ

48

અરવલ્લી

રેડ

19

રાજકોટ

ઓરેન્જ

58

ભરૂચ

ઓરેન્જ

31

બોટાદ

ઓરેન્જ

20

નર્મદા

ઓરેન્જ

12

છોટાઉદેપુર

ઓરેન્જ

13

મહિસાગર

ઓરેન્જ

11

મહેસાણા

ઓરેન્જ

11

પાટણ

ઓરેન્જ

17

ખેડા

ઓરેન્જ

06

વલસાડ

ઓરેન્જ

05

દાહોદ

ઓરેન્જ

05

કચ્છ

ઓરેન્જ

06

નવસારી

ઓરેન્જ

06

ગીર-સોમનાથ

ઓરેન્જ

03

ડાંગ

ઓરેન્જ

02

સાબરકાંઠા

ઓરેન્જ

03

તાપી

ઓરેન્જ

01

જામનગર

ઓરેન્જ

01

સુરેન્દ્રનગર

ઓરેન્જ

01

મોરબી

ગ્રીન

01

અમરેલી

ગ્રીન

00

પોબરબંદર

ગ્રીન

03

જૂનાગઢ

ગ્રીન

00

દેવભૂમિ દ્વારકા

ગ્રીન

00