• Home
  • News
  • ગુજરાતના 4 શહેર કરતાં અમદાવાદના માત્ર મધ્ય ઝોનમાં સૌથી વધુ 1111 કેસ નોંધાયા
post

સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગરમાં 29 એપ્રિલની સ્થિતિએ કુલ પોઝિટિવ કેસની સંખ્યા 972

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-30 09:11:06

અમદાવાદ: અમદાવાદના મધ્ય ઝોનમાં પોઝિટિવ કેસનો કુલ આંક એક હાજરને પાર થઈ ગયો છે. અહીં કુલ કેસની સંખ્યા 1111 પર પહોંચી છે અને અત્યારસુધી કુલ 65 લોકોના મૃત્યુ થયા છે. આ ઝોનનો મોટાલિટી રેટ પણ પાંચ ટકાથી વધુ છે. રાજ્યના અમદાવાદ સિવાય કોઈ પણ મહાનગરમાં એક હજારથી વધુ કેસ નોંધાયા નથી.


સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગરમાં 29 એપ્રિલની સ્થિતિએ કુલ પોઝિટિવ કેસની સંખ્યા 972 થાય છે. ત્યારે આ ચાર મહાનગરો કરતા પણ અમદાવાદના છ વોર્ડ ધરાવતા મધ્ય ઝોનમાં સૌથી  વધુ કેસ છે. 

શહેરના અન્ય ઝોન કરતા સૌથી વધુ કેસ અને સૌથી વધુ મૃત્યુ આ ઝોનમાં થયા છે. શહેરમાં નોંધાયેલા કુલ પોઝિટિવ કેસમાંથી 44 ટકા કેસ માત્ર મધ્ય ઝોનમાં નોંધાયા છે.  જમાલપુર વોર્ડમાં જ સૌથી વધુ 557  જેટલા કેસ નોંધાય છે. આ ઝોનમાં જ સૌથી વધુ મૃત્યુ થયા છે. 
આ કારણોસર અહીં સૌથી વધુ કેસ

·         દિલ્હી મરકજમાંથી આવેલા લોકો જાતે બહાર નીકળ્યા નહીં અને તેમના ચેપથી સંક્રમણ વધી ગયુ

·         પોળ અને મહોલ્લા હોવાના કારણે શહેરનો સૌથી ગીચ વિસ્તાર હોવાથી ચેપ વધુ ફેલાયો

·         લૉકડાઉનનું આ વિસ્તારોમાં ચુસ્તપણે પાલન થયુ નહીં.

·         કફર્યૂમાં પણ છૂટછાટના સમયમાં લોકો મોટી સંખ્યામાં એકઠાં થતા સ્થિતિ બગડી

·         કફર્યૂ મુકાયો છતાં પણ રોજના દસ હજારથી વધુ લોકો અવરજવર કરતા રહ્યાં હતા

મધ્ય ઝોનના છ વોર્ડની કેસની સ્થિતિ

વોર્ડ

કેસ

ખાડિયા

 215

દરિયાપુર

129

શાહપુર 

119

જમાલપુર

557

શાહીબાગ

21

અસારવા

70

કુલ

1111

કુલ ડેથ

65

ડિસ્ચાર્જ 

40