• Home
  • News
  • શહેરમાં સવારે 2 ઇંચ, 2 દિવસ હળવો વરસાદ થવાની આગાહી
post

અરબી સમુદ્રમાં પણ વધુ એક સાઇક્લોનિક સરક્યુલેશન ડેવલપ થયું છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-23 12:10:40

સુરત: દક્ષિણ ગુજરાત પર દરિયાઇ સપાટીથી 3.1 કિ.મીની ઉંચાઇએ સાઇકલોનિક સરક્યુલેશન સિસ્ટમ ડેવલપ થઇ છે. જેથી સોમવારે વહેલી સવારથી શહેરમાં વરસાદી માહોલ જામ્યો હતો. વહેલી સવારે 4થી 8 વાગ્યાના અરસામાં શહેરમાં બે ઇંચ જેટલો વરસાદ પડયો હતો. જિલ્લામાં પણ 1 ઇંચ જેટલો વરસાદ પડયો હતો. દક્ષિણ ગુજરાત ઉપર બનેલી સાઇક્લોનિક સરક્યુલેશન સિસ્ટમના કારણે આગામી બે દિવસ સુધી સુરત શહેરમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરાઇ છે. અરબી સમુદ્રમાં પણ વધુ એક સાઇક્લોનિક સરક્યુલેશન ડેવલપ થયું છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર શહેરનું મહત્તમ તાપમાન 32.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી હતું. સવારે ભેજનું પ્રમાણ 92 ટકા અને સાંજે 75 ટકા હતું. 7 કિ.મીની ઝડપે પવનો ફૂંકાઇ રહ્યા છે.

adv

Related News

post
post
post
post
post
post
post