• Home
  • News
  • તેલંગાણાના CMએ PMને કહ્યું- ભારતમાં કોરોનાની વેક્સીન ઓગસ્ટ સુધીમાં તૈયાર થઈ શકે છે
post

ભારત બાયોટેકે તાજેતરમાં જ સીએમને જાણ કરી હતી કે કોવિડ-19 વેક્સીન ઉપર કામ ચાલુ છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-13 10:42:58

હૈદરાબાદ: તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કહ્યું હતું કે જુલાઈ-ઓગસ્ટ સુધીમાં હૈદરાબાદમાં કોવિડ-19ની વેક્સીન તૈયાર થઈ શકે છે. સોમવારે પીએમ સાથે થયેલી વીડિયો કોન્ફ્રેસિંગમાં તેઓએ આ વાત કહી હતી.

મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા બહાર પડેયાલ નિવેદનમાં જણાવાયું છે કે રાવે પ્રધાનમંત્રીને કહ્યું કે કોરોના વાઈરસ માટે વેક્સીન તૈયાર કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. એક સંભાવના છે કે વેક્સીન આપણા દેશમાં જ તૈયાર થઈ જશે. હૈદરાબાદમાં કંપનીઓ આ માટે ખૂબ મહેનત કરી રહી છે. સંભાવના એવી છે કે હૈદરાબાદમાં વેક્સીન જુલાઈ-ઓગસ્ટમાં તૈયાર કરી લેવામાં આવશે. જો વેક્સીન ઉપલબ્ધ થઈ જશે તો તે પરિસ્થિતિને બદલવામાં મદદરૂપ સાબીત થશે.

ઉલ્લેખનિય છે કે  ભારત બાયોટેકે તાજેતરમાં જ સીએમને જાણ કરી હતી કે કોવિડ-19 વેક્સીન ઉપર કામ ચાલું છે. અમુક અન્ય કંપનીઓ પણ આ કવાયતમાં લાગેલી છે.

મુખ્યમંત્રી રાવે પ્રધાનમંત્રીને ટ્રેનોને ફરી ચાલું ન કરવાનો આગ્રહ કર્યો છે. તેમના મતે ટ્રેનોને શરૂ કરવાથી વાઈરસને દાવત દેવા જેવો માહોલ સર્જાશે. હલકા લક્ષણોવાળી વ્યક્તિ ટ્રેનમાં સફર કરશે તો જોખમ સર્જાશે.

નોંધનિય છે કે તેલંગાણામાં કોરોના વાઈરસના 1275 કેસ નોંધાયા છે. તેમાંથી 30 લોકોના મોત થયા છે. જ્યારે 801 લોકોને સારવાર પછી રજા અપાઈ છે અને હાલ 444 એક્ટિવ કેસ છે. હૈદરાબાદમાં સૌથી વધારે 759 કેસ નોંધાય છે.