• Home
  • News
  • ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસનો દૈનિક આંકડો 800 તરફ, ગુજરાતમાં મૃત્યુદર ઘટી રહ્યો હોવા છતાં સમગ્ર ભારતમાં તે સૌથી વધુ
post

782 નવા કેસના ઉછાળા સાથે કુલ કોરોનાના 37,636 કેસ

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-08 12:18:46

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લાં કેટલાંય સમયથી આશ્ચર્યજનક રીતે કોરોનાને કારણે થતાં મૃત્યુનું પ્રમાણ ખૂબ ઝડપથી ઘટી રહ્યું છે. આ માટે હાલ સરકાર કે આરોગ્ય વિભાગ તરફથી કોઇ સત્તાવાર કોઇ કારણ રજૂ કરાયું નથી, પરંતુ હાલ ગુજરાતમાં કોરોનાના કુલ કેસ 37,636ની સામે મૃત્યુના કુલ કેસ 1,979 છે અને આમ 5.26 ટકા દર્દીઓનું સંક્રમણ બાદ મોત થયું છે. ગુજરાતમાં સતત મૃત્યુદર ઘટી રહ્યો હોવા છતાં સમગ્ર ભારતમાં તે સૌથી વધુ છે. 

ભારતની સરેરાશ મુજબ દેશમાં હાલ મૃત્યુદર માત્ર 2.78 ટકા છે. હજુ પણ ગુજરાતમાં 61 દર્દીઓની હાલ ગંભીર હોવાથી તેમને વેન્ટિલેટર પર મૂકાયા છે. બાકી કોઇપણ રાજ્યમાં મૃત્યુદર પાંચ ટકાથી ઉપર નથી. મંગળવારે પણ ગુજરાતમાં 17 કોરોનાના દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. આ તરફ નવા કેસોમાં પણ જોરદાર ઉછાળો આવ્યો છે અને છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં 782 નવા કેસ નોંધાયા હતાં. જો કે તેની સામે 421 દર્દીઓ સાજા થતાં તેમને રજા અપાઇ હતી અને અત્યાર સુધીમાં કુલ 26,744 દર્દીઓને ડિસ્ચાર્જ અપાયો છે. હાલ ગુજરાતમાં રીકવરી રેટ 71.05 ટકા છે. હાલ ગુજરાતમાં સારવાર હેઠળ હોય તેવા એક્ટિવ કેસની સંખ્યા 8,913 છે જે પૈકી 8,852 દર્દીઓની હાલત સ્થિર છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 4.25 લાખ લોકોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે 2.77 લાખ લોકો હાલ ક્વોરન્ટીન છે.

તબીબોને સલાહ, ટોસિલીઝુમેબ, રેમડેસિવિરનો વિવેકથી ઉપયોગ કરો
કોરોનાની બીમારીમાં વપરાતી ટોસિલી ઝુમેબ અને રેમડેસિવીર દવાઓનો જથ્થો ખૂબ મર્યાદિત પ્રમાણમાં હોવાથી ગુજરાતમાં તેનો ઉપયોગ વિવેકપૂર્ણ રીતે કરવા માટે તબીબોને ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર ડો. હેમંત કોશિયાએ જણાવ્યું છે. ટોસિલિઝુમેબ આયાત કરવી પડે છે જ્યારે રેમડેસિવિરના ગુજરાતમાં ઉત્પાદનની મંજૂરી થોડા સમય પહેલાં જ મળી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post