• Home
  • News
  • પુત્રની ઘેલછામાં પતિએ છ વખત પત્નીનો ગર્ભપાત કરાવ્યા પછી જન્મેલી દીકરીએ ધો. 10માં 89% મેળવ્યા
post

સત્યમેવ જયતે કાર્યક્રમ પછી આમિર ખાન 9 વર્ષથી કામ્યાના અભ્યાસનો ખર્ચ ઉઠાવે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-11 09:21:26

અમદાવાદ: પતિ દ્વારા 6 વખત ગર્ભપાત કરાવીને દીકરીઓને ગર્ભમા જ મારી નાખ્યાં પછી માંડ માંડ એક દીકરીને બચાવવામા સફળ રહેલી અમિષા ભટ્ટની દીકરી કામ્યાએ 10માં ધોરણમાં 89 ટકા મેળવ્યાં છે. 

બોલીવૂડના એક્ટર આમિર ખાનના સત્યમેવ જયતે નામના કાર્યક્રમના પ્રથમ એપિસોડમાં આણંદના પ્રિયવદન ભટ્ટ નામની વ્યકિતની ક્રૂરતા વિશે હ્રદયદ્રાવક ઘટના બહાર આવી હતી. આણંદમાં રહેતા પ્રિયવદને તેની પત્ની પાસેથી દીકરાના જન્મની આશાએ 6 વખત ગર્ભપાત કરાવ્યા હતા.  તેમાંથી સદનસીબે બચી ગયેલી કામ્યા નામની દીકરીનો આખી જિંદગી ભણાવવાનો ખર્ચો આમિર ખાને ઉપાડી લીધો છે. આ કામ્યાએ ધો. 10મા 89 ટકા માર્ક્સ મેળવ્યા છે. તેની માતાને ન્યાય અપાવવામાં મદદ કરનાર વકીલ રાજુ શુકલ 10 વર્ષથી આમિર ખાન પાસેથી આર્થિક મદદ મેળવવામા મદદ કરી રહ્યા છે. 

કામ્યાને ડોક્ટર બનાવવાની આમિરની ઈચ્છા
સત્યમેવ જયતેના પ્રોગ્રામ બાદ આમિરખાન નિયમિત રીતે કામ્યાની માતાને તેનો તમામ ખર્ચો મોકલાવી રહ્યા છે. સારામાં સારી શાળ।મા ભણાવીને તબીબ બનાવવા ઇચ્છા વ્યકત કરી છે.

પિતા ન હોવાનું દીકરીને સહેજ પણ દુ:ખ નથી
કામ્યાને આજે પણ પિતા નહીં હોવાનું દુઃખ નથી. તે હંમેશાં તેની માતાનું માન સન્માન જળવાય એવું કાર્ય કરે છે. તે તેની માતાને દીકરી હોવાનો ગર્વ સાબિત કરવા તનતોડ મહેનત કરી રહી છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post