• Home
  • News
  • ડિવાઇસ દ્વારા ખાંસી, શ્વાસના અવાજથી કોરોનાને ઓળખી શકાશે, જલદી પરિણામ મળશે
post

IISC, બેંગલુરુના વિજ્ઞાનીઓ ડિવાઇસ બનાવી રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-16 08:36:01

નવી દિલ્હી. બેંગલુરુ સ્થિતિ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (આઇઆઇએસસી)ના વિજ્ઞાનીઓની એક ટીમ ખાંસી ખાતી વખતે અને શ્વાસ લેતી વખતે ઉત્પન્ન થતા અવાજના તરંગોના આધારે કોરોનાની ઓળખ માટેની ડિવાઇસ ડેવલપ કરવા અંગે કામ કરી રહી છે. આ ડિવાઇસને મંજૂરી મળ્યા બાદ તેનાથી કોરોનાના દર્દીઓને તપાસી શકાશે. આ ડિવાઇસની મદદથી દર્દીઓને તપાસતા આરોગ્યકર્મીઓને ચેપનું જોખમ ઘટી જશે તેમ જ તપાસનાં પરિણામ પણ ઝડપથી મળી શકશે. ધ્વનિ વિજ્ઞાનની મદદથી આ બીમારીના ચેપનું બાયોમાર્કર જાણવાના પ્રયાસ કરાઇ રહ્યા છે. 


પ્રોજેક્ટનો ઉદ્દેશ શ્વસન તરંગો દ્વારા બીમારીના બાયોમાર્કર જાણવાનો છે : 
વિજ્ઞાનીઓનું કહેવું છે કે કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. તેથી તેના ટેસ્ટ સરળતાથી, ઓછા ખર્ચે અને ઝડપથી થાય તે ખૂબ જરૂરી બન્યું છે. આ બીમારીનાં મુખ્ય લક્ષણોમાં શ્વાસ સંબંધી તકલીફો સામેલ છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ શ્વસન તરંગો દ્વારા બીમારીના બાયોમાર્કર જાણવાનો છે.

adv

Related News

post
post
post
post
post
post
post