• Home
  • News
  • આંસુઓ સાથે છૂટ્યો બાર્સિલોના અને Lionel Messi નો સાથ, 17 વર્ષના સંબંધનો ધ એન્ડ
post

દિગ્ગજ ફુટબોલ ખેલાડી લિયોનેલ મેસીએ પોતાની ક્લબ બાર્સિલોનાને હવે છોડી દીધી છે. મેસી રવિવારે એક પત્રકાર પરિષદ દરમિયાન રડવા લાગ્યો હતો.

Written By newsonline | Ahmedabad | Published: 2021-08-09 11:06:14

નવી દિલ્હીઃ આર્જેન્ટીના (Argentina) ના દિગ્ગજ ફુટબોલર લિયોનેલ મેસી (Lionel Messi) બાર્સિલોના (Barcelona) ક્લબ છોડવા સમયે ખુબ ભાવુક જોવા મળ્યો. બાર્સિલોના છોડનાર મેસીની રવિવારે ફેરવેલ રાખવામાં આવી હતી. મેસી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રડવા લાગ્યો હતો. વર્ષ 2004-2005માં બાર્સિલોના સાથે પોતાના કરિયરની શરૂઆત કરનાર મેસીએ રવિવારે આ ક્લબ સાથે પોતાનો 17 વર્ષ જૂના સંબંધનો અંત કર્યો છે.

ભાવુક થયો મેસી
દિગ્ગજ ફુટબોલ ખેલાડી લિયોનેલ મેસી બાર્સિલોના ક્લબ તરફથી આયોજીત વિદાય સમારોહમાં રવિવારે બોલ્યો કે તે પોતાની ભાવનાઓ પર કાબુ રાખી શકતો નથી. અહીંના કેમ્પ નાઉ સ્ટેડિયમમાં આયોજીત કાર્યક્રમમાં મેસી પોતાના સંબોધન પહેલા ભાવુક થઈને રડવા લાગ્યો હતો. તેણે કહ્યુ- મારા માટે આટલા વર્ષો, લગભગ આખી જિંદગી અહીં પસાર કર્યા બાદ ટીમને છોડવી ખુબ મુશ્કેલ છે. હું તે માટે તૈયાર નહતો. 

છૂટી ગયો લાંબો સાથ
મેસીએ કહ્યુ કે, તેને તે સાંભળીને દુખ થયુ કે સ્પેનિશ લીગના નાણાકીય નિયમોને કારણે ક્લબની સાથે નવો કરાર કરવો અસંભવ થઈ ગયો છે. તેણે કહ્યું- મને વિશ્વાસ હતો કે હું ક્લબ સાથે રહીશ, જે મારા ઘર જેવી છે. મેસીએ બાર્સિલોના સાથે સફળતાની અનેક ઉંચાઈઓ સર કરી છે. તેણે અનેક ઘરેલૂ અને આંતરરાષ્ટ્રીય ટાઇટલ જીત્યા છે. 

બાર્સિલોનાએ બનાવ્યો સ્ટાર
મેસી 672 ગોલની સાથે બાર્સિલોના માટે સર્વાધિક ગોલ  કરનાર ખેલાડી છે. તેણે ક્લબની સાથે 778 મેચ રમી, જે એક રેકોર્ડ છે. તે 520 મેચોમાં 474 ગોલની સાથે સ્પેનિશ લીગમાં ટોપ સ્કોરર પણ છે.