• Home
  • News
  • વેર લેવાની વિચિત્ર પરંપરા : દાંતાના જામરું ગામમાં પિતાએ 20 મહિનાથી લાશને બંધ શૌચાલયમાં રાખી મૂકી છે
post

દાંતાના જામરું ગામમાં ડુંગરમાં વસતા પરિવારે વારંવાર રજૂઆતો કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-15 11:11:52

પાલનપુર: આદિવાસી સમાજમાં વેર લેવાના વિચિત્ર રિવાજોની પરંપરા આજે પણ ડુંગરાળ વિસ્તારમાં મોજુદ છે. વાત દાંતા તાલુકાના જામરું ગામની છે. અહીં સપ્ટે.2018માં  નટુભાઈની ખેતરમાંથી કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી, મૃતકના પિતાએ હત્યાની આશંકાએ  નજીકમાં જ રહેતા રમણભાઇ રાજાભાઈ તરાલ સહીત 10 જણ સામે હત્યાનો ગુનો નોંધવા હડાદ પોલીસમાં રજુઆત કરી. પરંતુ પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો દાખલ કર્યો.  પરિવારની અનેક રજૂઆતો બાદ લાશને એફ એસ એલમાં મોકલવામાં આવી. જોકે પરિવારજનોનું માનીએ તો દોઢ વર્ષ થવા છતાં ફોરેસિન્ક લેબનો રિપોર્ટ હજુ આપવામાં આવ્યો નથી. 

મૃતક નટુભાઈના પિતા હગરાભાઈ જામરું ગામમાં એકલા રહે છે. જ્યારે એમના બાજુનું નટુભાઈનું ઘર એકદમ ખંડેર જેવું  છે. આજુબાજુ કેટલાક છુટા છવાયા તરાલ કુટુંબોના ઘર આવેલા છે. અહીં 20 મહિનાથી ઘરમાં લાશ છે તેમ પૂછ્યું તો જાણવા મળ્યું કે બિન ઉપયોગી શૌચાલયમાં રાખવામાં આવી છે. અને તાળું મારી ચાવી તેના પિતા પોતાની જોડે રાખે છે. તેના પિતા એકલા જમવાનું બનાવી પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે. 

અંદાજિત 65 વર્ષના વૃદ્ધ નટુભાઈના પિતા હગરાભાઈએ  જણાવ્યું કે "નટુના મોત બાદ તેના ચાર બાળકો તેનો મોટો ભાઈ બાબુ સાચવે છે. નટુની પત્ની પિયરમાં પાછી ગઈ છે. બાબુ હાલ ઇડર નજીક ખેતરમાં મજૂરીકામ કરે છે. હું એકલો જ છું. ન્યાયની આશા મેં છોડી નથી. નટુની લાશ અહીં તેના જ બંધ ઝૂપડાનીની સામે બિન ઉપયોગી શૌચાલયમાં રાખી મૂકી છે."બાદમાં તાળું ખોલી લાશનું પોટલું ઘર આગળ ખોલતા અંદરથી બદબુ સાથે કંકાલ જાણેકે ન્યાય માંગતો હોય તેમ દ્રશ્યમાં થયો.

પુત્રને ન્યાય માટે પિતાની આશા અકબંધ
આ શૌચાલયમાં નટુભાઈની લાશ એક કપડામાં બાંધી રાખવામાં આવી છે.

મામલો ધ્યાનમાં છે, એ લોકોને બોલાવીશું
હાલમાં હું રજા પર છું. આ મામલો ધ્યાનમાં છે. આ કેસમાં એડી ફાઇલે થઈ ગઈ છે. ફરજ પર હાજર થયેથી એ લોકોને બોલાવી યોગ્ય કાર્યવાહી કરીશું. - એમ.બી.જાડેજા, PSI,  હડાદ પોલીસ મથક.

 

adv

Related News

post
post
post
post
post
post
post