• Home
  • News
  • 2018 બાદ પ્રથમ બેટિંગ કરતા 20 વખત 100+ની ભાગીદારી બની, ટીમ માત્ર 8 વખત જીતી, 183ની ભાગીદારી છતાં પંજાબની ટીમ હારી
post

શરૂઆતની 4 સિઝનમાં 100+ની ભાગીદારી પછી જીતવાની ટકાવારી 75.8 હતી, હવે 40 થઈ ગઈ

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-01 12:48:39

ક્રિકેટમાં મેચ જીતવા માટે મોટી ભાગીદારી મહત્ત્વની મનાય છે. જોકે, છેલ્લા કેટલાક વર્ષોમાં આઈપીએલમાં આ વાત ખોટી સાબિત થઈ રહી છે. પ્રથમ બેટિંગ કરતા મોટી ભાગીદારીને કારણે અનેક વખત ટીમ હારી છે. રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ કે.એલ. રાહુલ અને મયંક અગ્રવાલે 183 રનની ભાગીદારી કરી હતી, છતાં ટીમ જીતી શકી નહીં. ટૂર્નામેન્ટની પ્રથમ 4 સિઝનમાં પ્રથમ બેટિંગ કરતા 100થી વધુની ભાગીદારી કર્યા પછી ટીમના વિજયની ટકાવારી 75.8 ટકા હતી, જે હવે 40 પર આ‌વી ગઈ છે.

બંને બેટ્સમેનનો સ્ટ્રાઈક રેટ 150+ વધુ, જીતની ટકાવારી વધી
2015થી જ્યારે પણ પ્રથમ બેટિંગ કરતા 100 રનથી વધુની ભાગીદારી બની છે અને બંને બેટ્સમેને 150થી વધુના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે, તો ટીમના વિજયની ટકાવારી 69.2 રહી છે. જો એક પણ બેટ્સમેન 150થી ઓછી સ્ટ્રાઈક રેટથી રન બનાવે છે તો જીતની ટકાવારી 28.6 રહી જાય છે.

3 વખત 200+ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા
આઈપીએલના ઈતિહાસમાં માત્ર 3 વખત એવું થયું છે જ્યારે 100+ની ભાગીદારીમાં બંને બેટ્સમેને 200+ના સ્ટ્રાઈક રેટથી 50થી વધુ રન બનાવ્યા હોય.

બેટ્સમેન

ઓવૈસ શાહ 60 (26)

સાથી

રહાણે 55 (24)

vs

બેંગલુરુ

સિઝન

2012

બેટ્સમેન

ડિવિલિયર્સ 129 (52)

સાથી

કોહલી 97 (45)

vs

ગુજરાત

સિઝન

2016

​​​​​​​

બેટ્સમેન

પંત 87 (38)

સાથી

સેમસન 52 (25)

vs

ગુજરાત

સિઝન

2017