• Home
  • News
  • કોરોનાથી હેલ્થ વોરિયરના મોતનો ગુજરાતમાં પ્રથમ કિસ્સો, સિવિલની કોવિડ હોસ્પિટલની હેડ નર્સનું મૃત્યુ
post

છેલ્લા સાત દિવસથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં હતાં

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-20 09:03:26

અમદાવાદ: સિવિલની કોવિડ હોસ્પિટલની 56 વર્ષીય હેડ નર્સનું હોસ્પિટલમાં 8 દિવસની સારવાર પછી કોરોના વાઈરસના ચેપથી મોત થયું છે. હોસ્પિટલતંત્ર  જયારે હેડ નર્સને બચાવવામાં નિષ્ફળ ગયું છે, ત્યારે દર્દીની સારવાર કેવી થતી હશે તે અંગે અનેક સવાલો ઉભા થયા છે. હેડ નર્સને કોરોનાની સાથે હાયપરટેન્શન, હૃદયરોગ અને વધુ વજનની જેવી તકલીફો પણ હતી. સમગ્ર ગુજરાતના કોરોના વોરિયર્સ હેલ્થ વર્કરમાં કોરોનાથી મૃત્યુ થયાનો પ્રથમ કેસ હોવાનું હોસ્પિટલ તંત્રનું કહેવું છે.

32 વર્ષની કારકિર્દીમાં અમદાવાદ અને જામનગરમાં ફરજ બજાવી

સિવિલના નર્સિંગ સુપરિટેન્ડેન્ટ બાબુભાઇ પ્રજાપતિએ જણાવ્યું કે, કોરોનાની સારવાર દરમિયાન કોઇ હેલ્થ વર્કરનું મૃત્યુ થયાનો અમદાવાદની સાથે રાજ્યનો પ્રથમ કેસ હોવાની શક્યતા છે. 56 વર્ષીય કેથરીનબેન અનુપમભાઇ ક્રિશ્ચિયને 32 વર્ષની કારકિર્દીમાં અમદાવાદ અને જામનગરમાં ફરજ બજાવી હતી અને હાલમાં સિવિલના ગાયનેક વિભાગના જી-3 વોર્ડના હેડનર્સ  હતા. તેમની દેખરેખ હેઠળ કોવિડ હોસ્પિટલનો એ-2 વોર્ડ તૈયાર કરવામાં આવ્યો હતો.


ચેપ ક્યાંથી આવ્યો તેની જાણ નથી
એપ્રિલમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતાં દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવવા છતાં સારવાર કરનાર ડોકટરો અને નર્સિંગ સ્ટાફનો કોરોના ટેસ્ટ ન કરાતા સ્ટાફે હોબાળો મચાવ્યો હતો. મૃત્યુ પામનાર હેડ નર્સને કોરોનાનો ચેપ કોવિડમાં દર્દીની સારવાર દરમિયાન કે તે પહેલાં સિવિલ હોસ્પિટલમાં લાગ્યો તે અંગે હોસ્પિટલ સ્ટાફમાં ચર્ચા છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post