• Home
  • News
  • બાબા બર્ફાનીની પહેલી તસવીર / અમરનાથના બરફના શિવલિંગની પહેલી તસવીર સામે આવી, 23 જૂનથી થવાની હતી યાત્રા, યાત્રા પર અનિશ્ચિતતાના વાદળ
post

શ્રાઈન બોર્ડે સરકારને બાલટાલ માર્ગે 15 દિવસની યાત્રા કરાવવાની દરખાસ્ત કરી છે, આ અંગે હજુ નિર્ણય લેવાયો નથી

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-04 09:29:03

શ્રીનગર:  બાબા બર્ફાનીની પ્રથમ તસવીર સામે આવી છે. આ તસવીરમાં અમરનાથ ગુફા તથા આજુબાજુનો વિસ્તાર જોવા મળે છે. ચોતરફ બરફ છવાયેલો છે અને ગુફાની અંદર બરફના શિવલિંગની રચના થઈ ગઈ છે. જોકે આ તસવીર કોણે લીધી છે તે અંગે માહિતી મળી શકી નથી.

23 જૂનથી અમરનાથ યાત્રા શરૂ થવાની છે, પણ કોરોનાને પગલે યાત્રા થશે કે નહીં તે હજુ નક્કી નથી.22 એપ્રિલના રોજ અમરનાથ શ્રાઈન બોર્ડે યાત્રા રદ્દ કરવાની એક પ્રેસ રિલીઝ જારી કરી હતી. જે બાદમાં પરત લેવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે શ્રાઈન બોર્ડ આ વખતે કોરોનાને લીધે યાત્રા ફક્ત 15 દિવસની રાખવાની દરખાસ્ત કરી છે. આ દરખાસ્તમાં એમ પણ કહેવામાં આવ્યુ છે કે ફક્ત બાલટાલ રુટથી જ તે કરવામાં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે યાત્રાનો પરંપરાગત માર્ગ પહલગામથી જાય છે.

શું થયું હતું 22 એપ્રિલના રોજ

અમરનાથ યાત્રા યોજાશે કે નહીં તે અંગે હજુ તે અંગે જમ્મુના રાજભવનમાં 22 એપ્રિલના રોજ હા-ના-હા-નાનો દોર ચાલ્યો હતો. પહેલા રાજભવને અમરનાથ યાત્રા રદ્દ કરવાની જાણકારી આપી અને બાદમાં તે જાણકારીવાળી પ્રેસ રીલિઝને રદ્દ કરવામાં આવી. જોકે કલાક બાદ ત્રીજી પ્રેસ રિલીઝ જારી કરી સ્પષ્ટતા આપતા કહેવામાં આવ્યુ કે આજની તારીખમાં યાત્રા કરવી શક્ય નથી, માટે યાત્રા યોજાશે કે નહીં તે અંગે બાદમાં નિર્ણય લેવામાં આવશે.

જમ્મુ-કાશ્મીરમાં 407 પોઝિટિવ દર્દી છે, જે પૈકી 351 કાશ્મીરમાં છે

નિયત કાર્યક્રમ પ્રમાણે આ યાત્રા માટે 1લી એપ્રિલથી રજિસ્ટ્રેશન શરૂ થવાનું હતું. યાત્રા શરૂ થવાના એક મહિના અગાઉ રુટ પરથી બરફ હટાવવાનું કામ થાય છે. જોકે આ વખતે હજુ સુધી આ રુટ પર ખૂબ જ પ્રમાણમાં બરફ છે.

આ અગાઉ ગયા વર્ષે કેન્દ્ર સરકારે સુરક્ષાનું કારણ આપી કલમ-370 હટાવ્યાના 3 દિવસ અગાઉ ઓગસ્ટ મહિનામાં અમરનાથ યાત્રા રદ્દ કરી હતી. યાત્રા અટકાવવામાં આવી તે અગાઉ 3.5 લાખ લોકો પવિત્ર ગુફાના દર્શન કરી ચુક્યા હતા.
 
અત્યાર સુધીમાં યાત્રા પર થયેલા આતંકવાદી હુમલામાં અનેક નિર્દોષ યાત્રીઓ માર્યા ગયા છે

·         વર્ષ 1994માં હરકત ઉલ અંસારના આતંકવાદીઓએ હુમલો કરી બે યાત્રીઓને મારી નાખ્યા હતા. વર્ષ 1995માં હરકત ઉલ અંસારે ત્રણ આતંકવાદી હુમલા કર્યા હતા, જોકે તેમા કોઈને નુકસાન થયુ ન હતું. વર્ષ 1996માં પણ અમરનાથ યાત્રા પર આતંકવાદી હુમલો થયો હતો, જોકે તેમા કોઈને ઈજા પહોંચી ન હતી. 

·         ઓગસ્ટ 2000માં પહલગામ બેઝ કેમ્પ પર હુમલામાં 30 યાત્રીના મોત થયા હતા. વર્ષ 2001માં શેષનાગ પાસે આતંકવાદી હુમલો થયો હતો, જેમાં ત્રણ પોલીસ કર્મચારી સહિત 12 યાત્રીના મોત થયા હતા. બીજી બાજુ સતત ત્રીજા વર્ષ 2002માં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા બે અલગ-અલગ હુમલામાં દસ યાત્રી માર્યા ગયા હતા.

·         બીજી બાજુ ત્રણ વર્ષ અગાઉ વર્ષ 2017માં અનંતનાગ પાસે આતંકવાદીઓએ યાત્રીઓની બસને નિશાન બનાવી હતી. જેમાં આઠ યાત્રી માર્યા ગયા હતા, જ્યારે 18 ઈજાગ્રસ્ત થયા હતા.

વર્ષ

યાત્રીઓની સંખ્યા

2019

3.50 લાખ (2 ઓગસ્ટના રોજ યાત્રા બંધ રહી ત્યા સુધી)

2018

2.85 લાખ

2017

2.60 લાખ

2016

2.20 લાખ (બુરહાન વાણીનું એન્કાઉન્ટર થતા સ્થિતિ બગડી ત્યાં સુધી)

2015

3.52 લાખ

 

adv

Related News

post
post
post
post
post
post
post