• Home
  • News
  • ફૂટબોલ લીગ સૌપ્રથમ શરૂ, કારણ કે તેનું ટર્નઓવર સ્પેનની જીડીપીના 1.37%, તેના વડે 1.85 લાખને રોજગાર મળે છે
post

ત્રણ મહિના બાદ સ્પેનમાં આજથી શરૂ થશે ડોમેસ્ટિક લીગ લા લિગાની મેચો - ખેલાડીઓએ મેમાં ટ્રેનિંગ શરૂ કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-11 10:54:24

સ્પેન: ફૂટબોલ વર્ચ્યુઅલ વર્લ્ડમાંથી બહાર નીકળી હવે મેદાન પર પરત ફરી રહ્યું છે. યુરોપીની ટોપ-5 ફૂટબોલ લીગમાં સામેલ લા લિગા 3 મહિના બાદ કમબેક કરી રહી છે. આ સ્પેનિશ લીગ 11 માર્ચથી સ્થગિત હતી. સ્પેનમાં 4મેના લૉકડાઉનમાં છૂટ મળ્યા બાદ તમામ ક્લબે પોતાના ખેલાડીઓને મેદાન પર પરત લાવવાનું શરૂ કર્યું. લીગની ઈકોનોમીની સાથે ખેલાડીઓની સુરક્ષા અંગે પણ ધ્યાન અપાતું હતું. તેથી ખેલાડીઓની મેના પ્રારંભે જ મેદાન પર પરત ફર્યા. સ્પેનમાં ફૂટબોલ અગાઉની જેવું થયું, જેની મેચો શરૂ થઈ રહી છે. અહીં ફૂટબોલ ઉપરાંત કોઈ અન્ય રમતના કમબેક અંગે હાલ ચર્ચા નથી થઈ રહી. કારણ, ફૂટબોલ ઈન્ડસ્ટ્રીનું ટર્નઓવર સ્પેનની જીડીપીના 1.37 ટકા છે. આ 1.85 લાખ લોકોને રોજગાર આપે છે. આ ઈન્ડસ્ટ્રી દેશને 4.1 બિલિયન યુરો (અંદાજે 35 હજાર 225 કરોડ રૂપિયા)નો ટેક્સ મળે છે.

લા લિગાને 38 હજાર કરોડ રૂપિયાથી વધુનો ફાયદો થયો
સ્પેનિશ ફૂટબોલ લીગ રેવેન્યૂની દ્રષ્ટિએ યુરોપની બીજી સૌથી મોટી લીગ છે. આ વિશ્વની બીજી સૌથી વેલ્યૂએબલ ફૂટબોલ લીગ છે. લા લિગાની ગત સિઝનમાં 4479 મિલિયન યુરો (અંદાજે 38363 કરોડ)નો ફાયદો થયો. લૉકડાઉનના પ્રારંભની ગણતરી અનુસાર, જો ફર્સ્ટ અને સેકન્ડ ડિવિઝનની મેચ કેન્સલ થાય તો સ્પેનિશ ફૂટબોલ લીગને 678.4 મિલિયન યુરો (અંદાજે 5800 કરોડ) નું નુકસાન થાત. જેમાં 4700 કરોડ રૂપિયાની ટીવી રાઈટ્સ સામેલ છે. જ્યારે સબસ્ક્રિપ્શનથી 754 કરોડ રૂપિયા અને ટિકિટ વિન્ડોથી 355 કરોડ રૂપિયાના નુકસાનનો અંદાજો હતો. આ જ કારણે સ્પેનમાં તમામ લોકો ફૂટબોલ લીગને બચાવવા પ્રયાસ કરી રહ્યાં હતા. બાર્સેલોનાના ડિફેન્ડર ગેરાર્ડ પિકે મેદાનમાં કમબેક અંગે કહ્યું કે,‘હવે અમે મેચની રાહ જોઈ રહ્યાં છીએ. ફેન્સની એન્ટ્રી પર પ્રતિબંધ છે. અમને ફેન્સ વગર રમવું નથી ગમતું, પરંતુ અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી.

બાસ્કેટબોલ- ટેનિસ એસોસિએશન નિયમો જ બનાવે છે
સ્પેનમાં એક તરફ ફૂટબોલ મેચો શરૂ થવા જઈ રહી છે. ત્યારે અન્યવ રમતો અંગે હાલ વાતો પ્રારંભિક તબક્કામાં જ છે. સરકાર હજુ પણ રિસર્ચ કરી રહી છે. રૉયલ સ્પેનિશ ફેડરેશન ઓફ ટેનિસે ક્લબ ખોલવાની જાહેરાત કરી દીધી છે. પરંતુ ખેલાડીઓને 18 પોઈન્ટવાળા પ્રોટોકોલનું પાલન જરૂરી છે. સ્પેનમાં બાસ્કેટબોલના ખેલાડી રમત ફરી શરૂ થવાની રાહ જોઈ રહ્યાં છે. સ્પેનિશ બાસ્કેટબોલ ટ્રેનર્સ એસોસિએશન અને સ્પેનિશ બાસ્કેટબોલ મેડિસિયન્સ એસોસિએશન કમબેક માટે પ્રોટોકોલ તૈયાર કરી રહી છે. સ્પેનિશ એક્ટર એન્ટોનિયો બેન્ડેરેસે કહ્યું કે,‘મને આ સમજાઈ નથી રહ્યું કે ફૂટબોલ ખેલાડીઓ એક મહિનાથી પ્રોટોકોલ સાથે ટ્રેનિંગ કરી રહ્યાં છે. આયોજકો તેમની સુરક્ષાનું ધ્યાન રાખી રહ્યાં છે. પરંતુ અમે એક્ટર્સ નથી જાણતા કે અમારે સ્ટેજ પર ક્યારે પરત ફરવાનું છે. અમે હજુ અનિશ્ચિતતામાં જ છીએ.

કૈટેલોનિયાની અમેરિકન ફૂટબોલ ટીમના ખેલાડીઓ પરત નથી આવ્યા
કૈટેલોનિયાની અમેરિકન ફૂટબોલ ટીમ બેડેલોના ડ્રેક્સના આસિ. કોચ જેવિયર ગોન્જાલો કહે છે કે,‘ખેલાડી મેદાનથી દૂર છે. તેમને નથી ખબર કે ટૂર્નામેન્ટ શરૂ થશે કે નહીં. અમે ટ્રેનિંગ શરૂ નથી કરી શકતા. ઘણા દેશના ખેલાડીઓ અહીં રમવા આવે છે. લૉકડાઉનના પ્રથમ દિવસ બાદ જ તમામ પોતાના દેશ પરત ફર્યા હતા. હાલ અમને નથી ખબર કે આ વર્ષે નેશનલ ડિ ફૂટબોલ અમેરિકાનો શરૂ થશે કે નહીં, રમત ફરી શરૂ થવા પર શું ફેરફારો જોવા મળશે, એ પણ કોઈને નથી ખબર. તેથી ખેલાડી હજુ પણ પરત આવ્યા નથી.