• Home
  • News
  • 8મીથી અંબાજી મંદિરનાં દ્વાર દર્શન માટે ખૂલશે પણ ભક્તોને પ્રસાદ નહીં અપાય, આરતીમાં પ્રવેશ નહીં
post

મંદિરના ગર્ભગૃહમાં 20 દર્શનાર્થી જ ઊભા રહી શકશે, ભોજનશાળા પણ બંધ

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-02 08:55:10

પાલનપુર: જગતજનની મા અંબાનું ધામ અંબાજી મંદિર 8મીથી ખૂલશે. જોકે કોરોના સંક્રમણની અસરના પગલે શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કેટલાક તકેદારીના પગલા લેવાયા છે. દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર સુધેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે સરકારની ગાઈડ લાઈન પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા ઉપરાંત મંદિર ટ્રસ્ટ દ્વારા કેટલાક જરૂરી નિર્ણયો લેવામાં આવ્યા છે. એ મુજબ દર્શન કરવા આવનાર માઈભક્તોને મોહનથાળનો પ્રસાદ કે અંબિકા ભોજનાલયમાં અપાતુ ભોજન પ્રસાદ પણ ભક્તોને નહીં અપાય.

માત્ર શક્તિ દ્વારથી જ પ્રવેશ અપાશે
આ ઉપરાંત આરતી દરમિયાન માઈ ભક્તોને પ્રવેશ નહીં અપાય.  મંદિરના ગર્ભગૃહમાં 20 દર્શનાર્થીઓ ઊભા રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ દરવાજા બંધ કરીને એક માત્ર શક્તિ દ્વારથી જ પ્રવેશ અપાશે.  મંદિરમાં આવનાર શ્રદ્ધાળુઓને તેના પગરખા પર્સ બેલ્ટ  ઇત્યાદિ વસ્તુ થેલીમાં પેક કરીને લગેજ રૂમમા આપવાની રહેશે. આવનાર ભક્તની  શક્તિદ્વાર પાસે તૈનાત મેડિકલ ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે અને જો શંકાસ્પદ લક્ષણો જણાશે તો તેને મંદિરમાં પ્રવેશ કરવા દેવામાં નહીં આવે. ઉપરાંત દરેક શ્રદ્ધાળુઓને સેનિટાઈઝ કરીને સોશિયલ ડિસ્ટન્સ જાળવીને મંદિરમાં જવા દેવાશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post