• Home
  • News
  • પ્રેમી સાથે લિવ ઈનમાં રહેતી પ્રેમિકા પિતાના ઘરેથી દાગીના ચોરી ગઈ અને તેના પર લોન લીધી, હપ્તા નહીં ભરતાં ભાંડો ફૂટ્યો
post

ફાઈનાન્સ કંપનીની નોટિસો ઘરે આવતાં પિતાએ અંતે પુત્રી સામે ફરિયાદ કરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-13 10:22:15

માતા-પિતાનું ઘર છોડીને યુવાન સાથે મૈત્રી કરારમાં રહેતી યુવતી ઘરમાંથી રૂ.45 હજારના દાગીના ચોરી ગઇ હતી અને તેના પર લોન લીધી હતી. પરંતુ હપ્તા નહીં ભરતા ફાઈનાન્સ કંપનીએ યુવતીના પિતાને નોટિસ ફટકારતા દીકરીની કરતૂતનો ભાંડો ફૂટ્યો હતો.

નવા વાડજમાં રહેતા સામાજિક કાર્યકર અરવિંદભાઇ નાનજીભાઇ પરમાર(52) ના 4 સંતાનો પૈકી મોટી 2 દીકરી પરણાવી દીધી હતી. જ્યારે ત્રીજા નંબરની દીકરી ગાયત્રી(24) દોઢ વર્ષ પહેલા ઘરેથી કોઈને કશું કહ્યા વગર જતી રહી હતી.

જો કે અરવિંદભાઇએ તપાસ કરતા તેમને જાણવા મળ્યું હતુ કે ગાયત્રી કૃષ્ણનગરમાં રહેતા ભરતભાઇ ભીખાભાઇ મેવાડા સાથે મૈત્રી કરારથી રહેતી હતી. ત્યારથી અરવિંદભાઇને ગાયત્રી સાથેનો સબંધ તોડી નાખ્યો હતો.

દરમિયાનમાં 2019માં અરવિંદભાઇના ઘરે મેઘાણીનગરની એક ફાઈનાન્સ કંપનીમાંથી નોટિસ આવી હતી. જેમાં લખ્યું હતું કે તમે દાગીના ઉપર જે લોન લીધી છે તે ભરપાઈ કરી નથી. જો કે અરવિંદભાઇએ દાગીના ઉપર કોઇ ફાઈનાન્સ લીધું નહીં હોવાથી તેમણે તે નોટિસની દરકાર કરી ન હતી. તેના થોડા દિવસ બાદ અરવિંદભાઇના ઘરે તે જ ફાઈનાન્સ કંપનીમાંથી બીજી નોટિસ આવી હતી. જેમાં દાગીના ઉપર લીધેલી રૂ.14 હજારની લોન ભરપાઈ કરી નહીં હોવાનું લખ્યું હતું. જેથી અરવિંદભા તે નોટિસો લઈને ફાઈનાન્સ કંપનીની ઓફિસે ગયા હતા. જ્યાં તેમને જાણવા મળ્યું હતુ કે તેમની દીકરી ગાયત્રીએ દાગીના ઉપર લોન લીધી હતી.

જો કે અરવિંદભાઇએ તે દાગીના ચેક કરતા તે દાગીના તેમના ઘરના દાગીના હતા. જેથી ગાયત્રી જ્યારે ઘરેથી ભાગી ત્યારે તે ઘરમાંથી રૂ.45 હજારની કિંમતના દાગીના ચોરીને સાથે લઇ ગઈ હતી. ત્યારબાદ તે દાગીના તેણે ગીરવે મુકી તેના ઉપર લોન લીધી હતી. અરવિંદભાઇએ વાડજ પોલીસ સ્ટેશનમાં દીકરી ગાયત્રી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પિતાને ગિફ્ટમાં મળેલા સોનાના દોરા-4 બુટ્ટીની ચોરી
ગાયત્રી ઘરમાંથી સોનાનો દોરો અને 4 બુટ્ટી ચોરી ગઇ હતી. જેમાંથી દોરો દીકરીના લગ્નમાં અરવિંદભાઇના સાળાએ ગીફટમાં આપ્યો હતો. જ્યારે 4 બુટ્ટી દીકરીને લગ્નમાં સગા સબંધીએ આપ્યા હતા.

ધરપકડ કરી ફાઈનાન્સ કંપનીમાં દાગીના પાછા લવાશે
વાડજ પોલીસ સ્ટેશનના પીઆઈ વી.આર.ચાવડાએ જણાવ્યું હતું કે, અરવિંદભાઇની ફરિયાદના આધારે દીકરી ગાયત્રીની ધરપકડ કરાશે. તેમજ તે જે દાગીના ચોરી ગઈ હતી તે ફાઈનાન્સ કંપનીમાંથી કબજે કરવામાં આવશે.

adv

Related News

post
post
post
post
post
post
post