• Home
  • News
  • વીજળી કંપનીઓને સરકારે રૂા.90 હજાર કરોડનું રાહત પેકેજ આપ્યું, પણ ડિસ્કોમ પર અગાઉથી રૂા.94 હજાર કરોડ બાકી છે
post

રૂપિયા 90 હજાર કરોડ રાજ્યની સરકારી કંપનીઓ PFC, RECના માધ્યમથી આપવામાં આવશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-14 08:48:32

નવી દિલ્લી :  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે રાષ્ટ્રને સંબોધિત કરતા રૂપિયા 20 લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી. ત્યારબાદ આજે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે આ પેકેને વિવિધ સેક્ટરો માટે રાહતની જાહેરાત કરી હતી. તેમા તેમણે વર્તમાન સમયમાં મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલા રાજ્યોના પાવર જનરેટિંગ કંપનીઓને ઉત્તેજન આપવા માટે રૂપિયા 90,000 કરોડ આપવાની જાહેરાત કરી હતી. તેનાથી ડિસ્કોમ એટલે કે પાવર જનરેટિંગ કંપનીઓને ફાયદો મળશે. પણ મીડિયા અહેવાલો પ્રમાણે વીજળી કંપનીઓ અગાઉથી મોટી મુશ્કેલીનો સામનો કરી રહી છે. વીજળી કંપનીઓના ડિસ્કોમ્સ પર રૂપિયા 94,000 કરોડ બાકી છે.

કોન્ટ્રેક્ટને 6 મહિનાની રાહત કોઈ પણ શરત વગર અપાશે

હકીકતમાં છેલ્લા બે લોકડાઉન, કોરોના વાઈરસ વગેરેને લીધે વીજળી વિતરણ કરતી કંપનીઓની આવકમાં ધરખમ ઘટાડો થયો છે. તેને લીધે વીજળી ઉત્પાદન અને વિતરણ કરનારી કંપનીઓ માટે આ જોગવાઈ કરવામાં આવી છે. 90 હજાર કરોડની સરકારી કંપનીઓ PFC,IECના માધ્યમથી આપવામાં આવશે. આ રાજ્ય સરકારો આ કંપનીઓને કામની ગેરન્ટી પણ આપશે. કોન્ટ્રેક્ટને 6 મહિનાની રાહત કોઈ પણ શરત વગર આપવામાં આવશે.

સીતારમણે કહ્યું કે ડિસ્કોમ હજુ અસાધારણ કેશ ફ્લોના પ્રવાહમાંથી પસાર થઈ રહી છે. આ સંજોગોમાં તેમને મદદની જરૂર છે. અમે ઈચ્છીએ છીએ કે આ ફાયદો સીધો ગ્રાહકોને મળવો જોઈએ.

પાવર જનરેશન કંપનીઓ, ટ્રાન્સમિશન કંપનીઓ, ખાનગી કંપનીઓને પેમેન્ટ કરી શકાશે

આ એક વખતની લિક્વિડિટી કન્ઝ્યુમરથી સેન્ટ્રલ પબ્લિક સેક્ટરની પાવર જનરેશન કંપનીઓ, ટ્રાન્સમિશન કંપનીઓ, ખાનગી કંપનીઓ અને રિન્યુવલ એનર્જી જનરેટર્સને પેમેન્ટ આપી શકાશે. રાજ્ય સરકારો દ્વારા સંચાલિત PFC અને IER પાસે છ લાખ કરોડની સંપત્તિ છે. તે પાવર સેક્ટરની સૌથી મોટી ઋણ આપનારી કંપની છે.