• Home
  • News
  • નાગરિકોની સલામતી અને સુવિધા માટે સરકાર વધુ કડક કાયદા લાવશે: ધારાસભ્ય
post

ગ્લોબલ વોર્મિંગની લડાઈ સામે સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-06 10:55:55

રાજ્ય કક્ષાના વન મહોત્સવ પ્રસંગે વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે આગેવાનો, પોલીસ, પત્રકારો દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું. પીઆઈ આર.યુ.ઝાલા ,કર્મચારીઓ, હોમગાર્ડ સભ્યો, પત્રકાર મિત્રો વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશન કંપાઉન્ડ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. પોલીસ અધિકારી એમ.એ. વાઘેલા, વિરમગામ શહેર ભાજપ પ્રમુખ નરેશભાઇ શાહ, તાલુકા પ્રમુખ કીરીટસિંહ ગોહિલ નગરપાલિકા પ્રમુખ ચેતનભાઈ રાઠોડ ઉપપ્રમુખ દીપાબેન મિલનકુમાર ઠક્કર વિરમગામ, તાલુકા ભાજપ ઉપપ્રમુખ જનક પટેલ, તાલુકા કારોબારી ચેરમેન મયુરભાઈ ચાવડા, જખવડાના સરપંચ મનોજસિંહ ગોહિલ વગેરે દ્વારા વિરમગામ પોલીસ લાઇનમા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

જ્યારે સાણંદ જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં વન મહોત્સવ-2021 યોજાયો. વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગની બુમરાણ મચી ગઇ છે ત્યારે ગ્લોબલ વોર્મિંગની લડાઈ સામે સરકાર દ્વારા રાજ્યમાં વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા સાણંદ જીઆઇડીસી નવનિર્મિત પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડ ખાતે વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ, ડીવાયએસપી પી.ડી મણવર, જીઆઇડીસી પોલીસ ઇન્સ્પેક્ટર જે.એસ. ઝામ્બરે તેમજ જીઆઇડીસી પોલીસ સ્ટાફ, જિલ્લા સદસ્ય દયારામભાઈ, ઘનશ્યામસિંહ વાઘેલા, દિલીપસિંહ બારડ સહિતના અન્ય આગેવાનો હાજર રહ્યા હતા.

ધારાસભ્ય કનુભાઈ પટેલે પોલીસ વિભાગ દ્વારા આયોજિત જિલ્લા કક્ષાના વન મહોત્સવનો પ્રારંભ કરાવ્યો તેમણે પ્રેરક પ્રવચનમાં જણાવ્યું હતું કે સરકાર નાગરિકોના સલામતી અને સુવિધા માટે હજી પણ કડક કાયદાઓ લાવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post