• Home
  • News
  • સુશાંત આપઘાત કેસ:સુશાંતના મિત્ર સંદીપસિંહ સાથે ગુજરાત સરકારે 177 કરોડના MoU કર્યા હતા, શું મોદીની biopic બનાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો?
post

ગુજરાત સરકાર અને સંદીપસિંહ વચ્ચે સોદાબાજીનો કૉંગ્રેસેના મહામંત્રી સચિન સાવંતનો આક્ષેપ

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-03 11:06:17

બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુનો મામલો હવે રાજકીય રંગ પકડી રહ્યો છે. એક તરફ આ કેસમાં સીબીઆઇ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, તો બીજી તરફ રાજકીય પક્ષો એકબીજા પર આક્ષેપ-પ્રત્યાક્ષેપ કરી રહ્યાં છે. મહારાષ્ટ્રના ધારાસભ્ય અને કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ સચિન સાંવતે ગુજરાત સરકાર અને સંદીપસિંહ વચ્ચે સોદાબાજીનો આરોપ મૂક્યો હતો. સંદીપસિંહને ભાજપનો બ્લૂ આઇડ બોય ગણાવતા સચિન સાંવતે સંદીપસિંહની કંપનીના 2017થી 2019 સુધીના ફાઈનાન્સિયલ રિઝલ્ટનો ઉલ્લેખ કરીને ભાજપ પર સવાલોની ઝડી વરસાવી હતી.

ગુજરાત સરકારે કયા આધારે સંદીપસિંહ સાથે કરાર કર્યા હતા સચિન સાંવતે  વાતચીતમાં જણાવ્યું હતું કે, 2019માં ગુજરાતની ભાજપની વિજય રૂપાણી સરકારે સંદીપસિંહની કંપની સાથે રૂ. 177 કરોડના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. સંદીપસિંહને ગુજરાત સરકાર દ્વારા શેના માટે આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો? શું આ કરાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક તૈયાર કરવા માટે હતો? શું આ કરાર એક એડવાન્સ હતો? ગુજરાત સરકારે રૂ. 177 કરોડના MoU માટે સંદીપસિંહની કંપનીની પસંદગી કયા આધારે કરી હતી? સચિન સાંવતે આરોપ મૂક્યો હતો કે, 2017માં સંદીપની કંપનીને રૂ. 66 લાખની ખોટ ગઇ હતી, જ્યારે 2018માં રૂ. 61 લાખનો નફો અને 2019માં રૂ. 4 લાખની ખોટ થઇ હતી.

ગુજરાત કોંગ્રેસના આગેવાનો વધુ વિગતો જાહેર કરશે
સચિન સાવંતે એમ પણ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર અને સંદીપસિંહના સંબંધો અંગે વધુ માહિતી જાહેર કરવા અમારા ગુજરાત કોંગ્રેસના આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી છે અને આગામી દિવસોમાં કોંગ્રેસના ગુજરાતના આગેવાનો આ મામલે વધુ વિગતો જાહેર કરશે.

adv

Related News

post
post
post
post
post
post
post