• Home
  • News
  • MHAની ગાઈડલાઈન:આ વખતે નવી ગાઈડલાઈન નહિ, 30 નવેમ્બર સુધી અનલોક-5 જ લાગુ રહેશે; દિશા-નિર્દેશોના પાલન સાથે કામકાજ ફરી શરૂ કરવાની પ્રક્રિયા આગળ વધશે
post

ગત 30મી સપ્ટેમ્બર જારી ગાઈડલાઈન બાદ આ પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-28 11:37:19

ગૃહ મંત્રાલય (MHA)એ કોરોન વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખી ગાઈડલાઈન (દિશા-સૂચનો) જારી કરી છે એટલે કે મંત્રાલયે 30 સપ્ટેમ્બરના રોજ કોરોનાને લગતી જે ગાઈડલાઈન જાહેર કરી હતી તે હવે 30મી નવેમ્બર,2020 સુધી લાગૂ રહેશે. આ ગાઈડલાઈનનો અર્થ એવો થશે કે કન્ટેઈનમેન્ટ ઝોનમાં લોકડાઉનનું કડક પાલન થશે પણ કન્ટેઈનમેન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં કામકાજ ફરી શરૂ કરવાની પ્રક્રિયા આગળ વધશે. MHA દ્વારા 24મી માર્ચ,2020ના રોજ લોકડાઉનને લગતો જે પ્રથમ આદેશ જાહેર કર્યો હતો ત્યારથી કન્ટેઈનમેન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં ધીમે ધીમે તમામ પ્રવૃત્તિઓ ખુલ્લી ગઈ છે. મોટાભાગના કામકાજોને મંજૂરી આપવામાં આવી છે, જોકે મોટી સંખ્યામાં લોકો ભેગા કે સામેલ થાય તેવી પ્રવૃત્તિઓને પણ કેટલાક નિયંત્રણો સાથે મંજૂરી આપવામાં આવી છે અને તે આરોગ્ય તથા સ્વાસ્થ્યને લગતી સાવચેતીના સંદર્ભમાં SOPને આધિન છે. આ પ્રકારની પ્રવૃત્તિઓમાં મેટ્રો રેલ, શોપિંગ મોલ્સ, હોટેલ, રેસ્ટોરેન્ટ તથા હોસ્પિટાલિટી સર્વિસિસ, ધાર્મિક સ્થળો, ગોય તથા તાલીમ સંસ્થાઓ, જીમ્નાસિયમ્સ, સિનેમા, મનોરંજન પાર્ક વગેરેનો સમાવેશ થાય છે.

કોવિડ ઈન્ફેક્શનનું ઉચ્ચ જોખમ ધરાવતી કેટલીક પ્રવૃત્તિઓ કે કામકાજોને લઈ મંત્રાલયે રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશની સરકારોને સ્થિતિનું યોગ્ય આંકલન કરવા તથા SOPને આધિન નિર્ણય લેવા માટે કહ્યું હતું. આ પ્રકારની પ્રવૃત્તિઓ અને કામકાજોમાં શાળા તથા કોચિંગ સંસ્થાઓ, રિસર્ચ સ્કોલર્સ માટેની સરકારી તથા પ્રાઈવેટ યુનિવર્સિટી તથા 100 સુધીની મર્યાદામાં લોકોને ભેગા થવાને લગતી બાબતનો સમાવેશ થાય છે.

ગત 30મી સપ્ટેમ્બર જારી ગાઈડલાઈન બાદ આ પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવી હતી

·         MHAની પરવાનગી પ્રમાણે મુસાફરોને આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી

·         રમતવીરોની તાલીમ માટે સ્વીમિંગ પૂલનો ઉપયોગમાં કરવા મંજૂરી

·         બિઝનેસ ટુ બિઝનેસ (B2B) ઉદ્દેશથી એક્ઝિબિશન હોલ્સ માટે મંજૂરી

·         સિનેમા/થિએટર્સ/મલ્ટીપ્લેક્ષ તેમની 50% સિટીંગ ક્ષમતા સુધી ખોલી શકાશે

·         સામાજીક/શૈક્ષણિક/રમત-ગતમ/મનોરંજન/સાંસ્કૃતિક/ધાર્મિક/રાજકીય વગેરે હોલ ક્ષમતાના 50 ટકા સુધીની મહત્તમ ક્ષમતા તથા 200 વ્યક્તિની મર્યાદાને આધિન મંજૂરી

આ તમામ પ્રવૃત્તિઓ સ્થિતિનું આંકલન કરવાને આધિન રહેશે તેમ મંત્રાલયે જણાવ્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post