• Home
  • News
  • ગુજરાતની જીવાદોરી છલોછલ:17000 કરોડ લિટર પાણીથી ભરેલી ‘સૌથી લાંબી’ પાકી કેનાલ, 458 કિમી. લાંબી આ કોંક્રિટ કેનાલમાં અત્યારે 77% પાણી
post

કેનાલમાં એટલું પાણી છે કે અમદાવાદની આખા વર્ષની તરસ અને ન્યૂયોર્ક શહેરની બે મહિનાની તરસ છીપાવી શકે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-27 11:16:23

આ દુનિયાની સૌથી લાંબી પાકી સિંચાઇ કેનાલ છે જેમાં અત્યારે 17 હજાર કરોડ લિટર એટલે કે કુલ ક્ષમતાના 77 ટકા પાણી છે. ગુજરાતમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમ 75 ટકા ભરાયેલો છે. આ ડેમની પાસેથી જ 458 કિમી લાંબી કેનાલ શરૂ થાય છે.

કેનાલમાં એટલું પાણી છે કે અમદાવાદની આખા વર્ષની તરસ અને ન્યૂયોર્ક શહેરની બે મહિનાની તરસ છીપાવી શકે છે. નર્મદા આધારિત રાજ્યવ્યાપી પાણી પુરવઠા ગ્રીડથી રાજ્યની 75 ટકા વસ્તીને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે. નર્મદા કેનાલ દ્વારા રાજ્યના ખૂણે-ખૂણે પહોંચતા પાણીથી 18 લાખ હેક્ટર એટલે કે કુલ ખેતીલાયક વિસ્તારના 15 ટકા જમીનમાં સિંચાઇનો લાભ મળે છે.

એમ જ નથી કહેવાતી જીવાદોરી

·         458 કિલોમીટર નર્મદા મુખ્ય કેનાલની લંબાઇ

·         22,000 કરોડ લિટર કેનાલમાં કુલ સંગ્રહિત ક્ષમતા

·         17,100 કરોડ લિટ રકેનાલમાં અત્યારે પાણીનો જથ્થો

·         10,000 ગામ-175 શહેરનર્મદાનું પાણી પીવા માટે મેળવે છે

·         18 લાખ હેક્ટર જમીનને સિંચાઇ માટે મળે છે લાભ

·         25 ડેમ, 750 તળાવો નર્મદાની કેનાલ દ્વારા ભરાયા છે

adv

Related News

post
post
post
post
post
post
post