• Home
  • News
  • એક્સ્ટ્રા ટાઇમ સુધીમાં 3-3ની બરાબરી પર રહી મેચ; પેનલ્ટીમાં આર્જેન્ટિનાએ બાજી મારી
post

એમ્બાપ્પેએ હેટ્રિક પૂરી કરી પણ ટીમને જીત ન અપાવી શક્યો

Written By newsonline | Ahmedabad | Published: 2022-12-19 19:53:31

આર્જેન્ટિનાએ ખૂબ જ રોમાંચક ફાઈનલ મેચમાં ફ્રાન્સને હરાવીને 36 વર્ષ પછી ફિફા વર્લ્ડ કપની ટ્રોફી જીતી લીધી છે. આ સાથે જ લિયોનેલ મેસ્સીનું વર્લ્ડ ચેમ્પિયન બનાવનું સપનું પણ પુરુ થઈ ગયું છે. મેચની 90 મિનિટ અને 30 મિનિટના એક્સ્ટ્રા ટાઇમ અને પછી પેનલ્ટી શૂટઆઉટના મળીને કુલ 12 ગોલ મેચમાં જોવા મળ્યા હતા. એક્સ્ટ્રા ટાઇમ સુધીમાં બન્ને ટીમ 3-3ની બરાબરી પર રહી હતી. પેનલ્ટી શૂટઆઉટમાં આર્જેન્ટિનાએ 4-2થી જીતીને વર્લ્ડ કપ જીત્યો હતો. આ સ્ટોરીમાં આપણે મેચમાં આવેલા બધા જ 12 ગોલ વિશે જાણીશું. સાથે જ એ પણ જાણીશું કે કયા ગોલ, ક્યારે આવ્યા, કઈ રીતે આવ્યા, અને કોણે કર્યા!

સૌથી પહેલા તો એક્સ્ટ્રા ટાઇમ સુધી થયેલા 6 ગોલ વિશે જાણીશું...
આર્જેન્ટિના 1-0: પેનલ્ટીથી પહેલો ગોલ આવ્યો
મેચની 21મી મિનિટે આર્જેન્ટિનાના એન્જલ ડી મારિયા ફ્રાન્સની પેનલ્ટી બોક્સ તરફ દોડ્યો હતો. તે લેફ્ટ વિંગથી દોડીને બોક્સની અંદર આવ્યો હતો. ત્યારે જ ફ્રાન્સના ઓસમાન ડેમ્બેલે તેને પછાડ્યો હતો અને ફાઉલ કર્યો હતો. ફાઉલના કારણે રેફરીએ આર્જેન્ટિનાના પેનલ્ટી આપી હતી.

લિયોનેલ મેસ્સીએ 23મી મિનિટે પેનલ્ટી પર શોટ માર્યો હતો. બોલ નેટના બૉટમ રાઇટ કોર્નર પર ગયો હતો, અને આર્જેન્ટિનાની ટીમ 1-0થી આગળ થઈ ગઈ હતી. આ સાથે જ મેસ્સીના આ વર્લ્ડ કપમાં 6 ગોલ થઈ ગયા હતા. મેસ્સીએ આ ટૂર્નામેન્ટમાં 4 ગોલ પેનલ્ટીથી કર્યા હતા.

2-0: એન્જલ ડી મારિયાએ લીડ વધારી
શરૂઆતમાં લીડ મેળવ્યા પછી પણ આર્જેન્ટિનાએ ફ્રાન્સની સામે અટેકિંગ અપ્રોચ અપનાવ્યો હતો. મેચની 35મી મિનિટે મેસ્સી રાઇટ વિંગથી બોલ લઈને દોડ્યો હતો.
તેણે ફ્રાન્સના પેનલ્ટી બોક્સમાં સાથી પ્લેયર મૈક એલિસ્ટરને પાસ કર્યો હતો. મૈક એલિસ્ટરે તરત જ એન્જલ ડી મારિયાને પાસ કર્યો હતો.

મેચની 36મી મિનિટે ફ્રાન્સનો ગોલકીપર હ્યુગો લોરિસ એન્જલ ડી મારિયા તરફ દોડ્યો હતો. પરંતુ એન્જલ ડી મારિયાએ તરત જ ગોલ પોસ્ટ તરફ શોટ માર્યો હતો. આમ તેણે આવી રીતે ગોલ કરીને આર્જેન્ટિનાની લીડ વધારી હતી. એન્જલ ડી મારિયાએ પોતાની ટીમ માટે 129 મેચમાં 28 ગોલ અને 27 આસિસ્ટ કર્યા છે. ઓવરઓલ વર્લ્ડ કપની વાત કરીએ તો આ તેનો વર્લ્ડ કપમાં કુલ ત્રીજો ગોલ હતો.

2-1: મેચની 80મી મિનિટે ફ્રાન્સે પહેલો ગોલ કર્યો
79
મી મિનિટે ફ્રાન્સના કોલો મુઆની બોલ લઈને આર્જેન્ટિનાની પેનલ્ટી બોક્સમાં પહોંચ્યો હતો. આર્જેન્ટિનાના ઓટામેંડીએ તેને પછાડ્યયો હતો અને રેફરીએ તેને ફાઉલ જાહેર કર્યો હતો. આ પછી પેનલ્ટ શૂટઆઉટમાં ફ્રાન્સના યુવા સ્ટ્રાઇકર કાઇલિયન એમ્બાપ્પેએ પેનલ્ટી લીધી હતી અને બૉટમ લેફ્ટ કોર્નર પર શોટ માર્યો હતો.

એમ્બાપ્પેએ આ ટૂર્નામેન્ટમાં પહેલીવાર પેનલ્ટીથી ગોલ કર્યો હતો. આ ગોલની પહેલા તેણે ટૂર્નામેન્ટમાં 5 ગોલ કર્યા હતા, જે બધા ફિલ્ડ ગોલ હતા.

2-2: એમ્બાપ્પે 97 સેકન્ડમાં બીજો ગોલ કર્યો
80
મી મિનિટે સ્કોર લાઇન 2-1થી લાવ્યા પછી ફ્રાન્સે પણ અટેક કરવાનું ચાલુ રાખ્યું હતું. 81મી મિનિટે ફ્રાન્સના કોમાને બોલ લીધો અને સાથી ખેલાડી કાઇલિયાન એમ્બાપ્પેને પાસ કર્યો હતો. એમ્બાપ્પે થુરામને બોલ પાસ કર્યો હતો. થુરામે ફરી તરત જ એમ્બાપ્પેને પાસ કર્યો હતો.

ત્યારપછી એમ્બાપ્પે એકલા હાથે બોલ હાફ-વે લાઇનમાંથી આર્જેન્ટિનાના પેનલ્ટી બોક્સમાં લઈ ગયો. તેણે આર્જેન્ટિનાના ડિફેન્ડરોને કાપીને ગોલ કર્યો હતો. આર્જેન્ટિનાના ગોલકીપર એમ્બપ્પેના શોટને ગોલમાં જતા રોકી શક્યા નહોતા. આ ગોલ પછી સ્કોરલાઇન 2-2થી બરાબર થઈ ગઈ હતી. આ સાથે એમ્બાપ્પે ટૂર્નામેન્ટમાં 7 ગોલ કર્યા હતા.

3-2: મેસ્સીએ 108મી મિનિટે ગોલ કર્યો
એક્સ્ટ્રા ટાઇમના પહેલા હાફમાં કોઈ ગોલ થયો નહોતો. ત્યારપછી બીજા હાફની 108મી મિનિટે આર્જેન્ટિનાના ખેલાડી જુલિયન અલ્વારેઝે બોલ લીધો અને ફ્રેન્ચ પેનલ્ટી બોક્સ તરફ લઈ ગયો હતો. તેણે મેસ્સીને પાસ કર્યો હતો. મેસ્સીએ બોલ લૌટારો માર્ટિનેઝને પાસ કર્યો હતો.. માર્ટિનેઝે ગોલ પર શોટ ફટકાર્યો હતો. પરંતુ, બોલ ફ્રેન્ચ ગોલકીપરને અથડાયો અને લિયોનેલ મેસ્સી પાસે ગયો હતો.

મેસ્સીએ તરત જ ગોલ તરફ શોટ ફટકાર્યો હતો. ત્યારે બોલ ગોલની અંદર ઉભેલા ફ્રાન્સના ડિફેન્ડર પાસે ગયો હતો. ડિફેન્ડરે બોલને ગોલ પોસ્ટથી કિક મારી હતી. પરંતુ, રેફરીએ તેને ગોલ ગણાવ્યો હતો. હકીકતમાં, ડિફેન્ડર તેને બહાર પહોંચાડે તે પહેલા જ બોલ અંદર ગ્રાઉન્ડ પર પડી ગયો હતો. જેના કારણે આર્જેન્ટિનાને ગોલ મળ્યો અને તેની લીડ 3-2 થઈ ગઈ હતી. આ ગોલ સાથે મેસ્સીએ ટૂર્નામેન્ટમાં 7 ગોલ કર્યા હતી. મેસ્સીનો વર્લ્ડ કપની 26મી મેચમાં આ 13મો ગોલ હતો. આ પહેલા તે 5 વર્લ્ડ કપ રમ્યો હતો. આમાં તેણે 8 આસિસ્ટ પણ કર્યા હતા.

3-3: 118મી મિનિટે એમ્બાપ્પેએ હેટ્રિક પૂરી કરી
મેસ્સીના ગોલ પછી આર્જેન્ટિનાએ પોતાના ડિફેન્સને વધુ મજબૂત કર્યું હતું. પરંતુ 116મી મિનિટે ફ્રાન્સના કાઇલિયન એમ્બાપ્પે આર્જેન્ટિના પેનલ્ટી બોક્સની તરફ ગયા હતા, અને ગોલપોસ્ટની તરફ શોટ માર્યો હતો. બોલ બોક્સમાં ઉભેલા ગોંઝાલો મોંટિએલના હાથમાં વાગ્યો હતો. આ પછી પણ ગેમ ચાલુ રહી હતી. ત્યારે ફ્રાન્સે હેંડબોલને ચેલેન્જ કરી હતી.

રેફરીએ જોકે હાથમાં બોલ વાગ્યો છે તેવો ખ્યાલ આવતા જ ફ્રાન્સની અપીલની પહેલા જ તેમને પેનલ્ટી આપી દીધી હતી. ફ્રાન્સ માટે મેચમાં 2 ગોલ ફટકારી ચૂકેલા કાઇલિયન એમ્બાપ્પેએ એકવાર ફરી પેનલ્ટી લીધી હતી. તેણે આ વખતે બૉટમ રાઇડ સાઇડમાં શોટ મારીને ટીમને 3-3ની બરાબરી પર લાવી દીધું હતું. આ એમ્બાપ્પેનો આ ટૂર્નામેન્ટમાં 8મો ગોલ હતો. આ સાથે જ તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ ગોલ માર્યા હતા. ઓવરઓલ 14 વર્લ્ડ કપ મેચમાં તેના નામે 3 આસિસ્ટ અને 12 ગોલ છે. ફિફા વર્લ્ડ કપની ફાઈનલમાં તે અત્યારસુધી 4 ગોલ ફટકાર્યા છે. ગત વર્લ્ડ કપની ફાઈનલમાં પણ તેણે એક ગોલ કર્યો હતો. ત્યારે ફ્રાન્સે ક્રોએશિયાને હરાવ્યું હતું.

હવે પેનલ્ટીના 6 ગોલનો રોમાંચ જુઓ...

1-0: ફ્રાન્સના કાઇલિયન એમ્બાપ્પેએ લેફ્ટ સાઇડમાં ગોલ કર્યો હતો.

1-1: આર્જેન્ટિનાના લિયોનેલ મેસ્સીએ લેફ્ટ સાઇડમાં ગોલ કર્યો હતો.

1-1: ફ્રાન્સના કિંગ્સલે કોમેનના શોટને આર્જેન્ટીનાના ગોલકીપર માર્ટિનેઝે રોક્યો હતો

2-1: આર્જેન્ટીનાના પાઉલો ડિબાલાએ ગોલ કર્યો હતો.

2-1: ફ્રાન્સનો ઓરેલિયન ચૌમેની પેનલ્ટી ચૂકી ગયો હતો.

3-1: આર્જેન્ટીનાના લિએન્ડ્રો પેરેડેસે ગોલ કર્યો હતો.

3-2: ફ્રાન્સના રેન્ડલ કોલો મુઆનીએ ગોલ કર્યો હતો.

4-2: આર્જેન્ટીનાના ગોન્ઝાલો મોન્ટીલે ગોલ કરીને આર્જેન્ટિનાને 36 વર્ષ બાદ ફિફા વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનાવ્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post