• Home
  • News
  • મોહનથાળ બંધનો મામલો ચકડોળે:કોંગ્રેસ પ્રવક્તા હેમંગ રાવલે કહ્યું- ચીક્કી માફિયાઓને પૈસા કમાવવા-ફાયદો કરાવવા મોહનથાળનો પ્રસાદ બંધ કરાયો
post

બીજી તરફ કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ દ્વારા મંદિર પરિસરમાં બેરોજગાર મહિલાઓ સાથે જય અંબેની ધૂન બોલાવવામાં આવી રહી છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-03-06 18:11:09

અંબાજી: અંબાજી મંદિરમાં મોહનથાળન પ્રસાદનો મામલો વધુ વિફર્યો છે. ત્યારે આજે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના મીડિયા કન્વીનર, પ્રવક્તા હેમાંગ રાવલ અને પ્રતિનિધિ મંડળ અંબાજી મંદિર પહોંચ્યું હતું. ત્યારે અંબાજી ખાતે મોહનથાળ પ્રસાદ ચાલુ કરવા સત્તાધારીઓને રજૂઆત કરી છે. તો સાથે સાથે સરકાર હસ્તકના મંદિરોમાં ભક્તોના દાનના નાના અને અધિકારીઓ જૂની પરંપરા તોડી મનમાની સામે અને મોહનથાળ પ્રસાદ ચાલુ કરવામાં આવે તેવી રજૂઆતો કરવા આજે પહોંચ્યા છે.

કોંગ્રેસ પ્રવક્તા હેમંત રાવલ અંબાજી મંદિર પહોંચતા માતાજીના દર્શન કર્યા હતા. હેમંત રાવલે નિવેદન આપતા કહ્યં કે, ચીક્કી માફિયાઓને પૈસા કમાવા અને ફાયદો કરાવવા માટે આ મોહનથાળનો પ્રસાદ બંધ કરાયો છે. મોહનથાળ પ્રસાદ બંધ કરાવતા કરોડો લોકોમાં રોષ છે. ત્યારે અંબાજી 300 જેટલી બહેનોની રોજગારી પણ છીનવાઈ છે. તો સાથે સાથે પ્રતિનિધિ મંડળ દ્વારા બનાસકાંઠા કલેક્ટર અને વહીવટી તંત્ર દ્વારા કરાયેલું મોહનથાળ પ્રસાદ બંધને લઈ વિરોધ દર્શાવી અને સરકાર વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા હતા. તો સાથે સાથે ઉગ્ર વિરોધ દર્શાવતા ફરી અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ચાલુ થાય તેવી માંગ કરવામાં આવી છે.

તો બીજી તરફ કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ દ્વારા મંદિર પરિસરમાં બેરોજગાર મહિલાઓ સાથે જય અંબેની ધૂન બોલાવવામાં આવી રહી છે. 108 વાર ધૂન બોલાવી સાથે આવેદન પત્ર આપી રહ્યા છે.

adv

Related News

post
post
post
post
post
post
post