• Home
  • News
  • ચીનના વિદેશ મંત્રાલયને મીડિયાએ 6 સવાલ પૂછ્યા; એકનો પણ જવાબ ન મળ્યો, માર્યા ગયેલા સૈનિકોનો આંકડો પણ જણાવ્યો નહીં
post

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લીજિયને એ જણાવ્યું નહીં કે ગલવાનમાં અથડામણ ક્યાં શરૂ થઇ

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-19 09:39:12

બેજિંગ: ગલવાન ઘાટીમાં ભારત-ચીનની આર્મીની અથડામણ અંગે ચીનના વિદેશ મંત્રાલયે ગુરૂવારે પ્રેસ કોન્ફરન્સ કરી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લીજિયને કહ્યું કે ભારત અને ચીન બન્ને દેશ આ ગંભીર મુદ્દાને ન્યાયસંગત રીતે દૂર કરવાના પક્ષમાં છે. ઝાઓએ કહ્યું કે શાંતિ યથાવત રાખવા માટે ટૂંક સમયમાં સહમતિ બનાવીને તણાવ દૂર કરવા અંગે બન્ને દેશ એકમત છે. 

પ્રેસ કોન્ફરન્સમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તાને અથડામણ અંગે 6 સવાલ પૂછવામા આવ્યા હતા પરંતુ તેમાંથી એકેય સવાલનો જવાબ આપ્યો ન હતો. ચીનના કેટલા સૈનિકોના મોત થયા છે તે અંગે પણ માહિતી આપી ન હતી. 

ડેમ બનાવવાના સવાલનો પણ જવાબ ન આપ્યો
એક રિપોર્ટરે સવાલ પૂછ્યો હતો કે શું ચીન ગલવાન નદી પર ડેમ બનાવી રહ્યું છે જેથી ભારત-ચીન બોર્ડર પર તેના પ્રવાહને રોકી શકાય. આ સવાલના જવાબમાં પણ ઝાઓએ કોઇ જવાબ આપ્યો ન હતો. બીજા પત્રકારે સવાલ પૂછ્યો કે શું અથડામણ એ સમયે થઇ જ્યારે ભારતીય સૈનિકોએ લાઇન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ પર બનેલી ચીનની પોસ્ટની દેખરેખ શરુ કરી હતી ? તેના જવાબમાં ઝાઓએ કહ્યું કે આ ઘટના માટે ભારતીય સૈનિકો જવાબદાર છે. શું ખોટું છે અને શું સાચું છે તે સ્પષ્ટ છે. આપણો આમા કોઇ હાથ નથી. 

ચીને ત્રીજી વખત પણ ભારતના સૈનિકોને જવાબદાર ઠેરવ્યા
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનયિંગે કહ્યું કે ભારતીય સૈનિકોએ કરાર ભંગ કર્યો અને એલએસી પાર કરીને ઉશ્કેરણી કરી. ત્યારબાદ સૈનિકો અને અધિકારીઓ પર હુમલો કર્યો. તેના લીધે હિંસક અથડામણ થઇ અને સૈનિકોના મોત થયા હતા. આ પહેલા બુધવારે પણ કહ્યું હતું કે જે થયું તેના માટે ભારતીય સૈનિકો જવાબદાર છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post