• Home
  • News
  • સુરત જિલ્લામાં ચોમાસાની 5.15 ઈંચ વરસાદ સાથે શરૂઆત, 1325 હેક્ટરમાં વાવેતર થયું
post

સુરત જિલ્લામાં અત્યારસુધી સરેરાશ 5.15 ઇંચ ખેતીલાયક વરસાદ થયો

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-19 12:20:11

સુરત: જિલ્લામાં ચોમાસાની સમયસર શરૂઆત સાથે જ પખવાડીયામાં ખેતીલાયક સરેરાશ સવા પાંચ ઇંચ વરસાદ નોંધાતા ખુશ થઇ ઉઠેલા ખેડૂતોએ વાવેતર શરૂ કરી દીધું છે. અત્યાર સુધીમાં સુરત જિલ્લામાં 1325 હેકટર જમીનમાં શાકભાજી, લીલો પડવાશ, કપાસ સહિતના પાકોનું વાવેતર થઇ ચૂક્યું છે.

ચોમાસાની ટાઈમસર શરૂઆત
સુરત જિલ્લામાં 15 જૂનથી આ વર્ષે ચોમાસુ ટાઇમસર શરૂ થઇ ગયું છે. જેના કારણે ખેતરો પણ પાણીથી તરબોળ થતા ખેડૂતો ખેતીપાક તરફ વળ્યા છે. સુરત શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં મૌસમનો કુલ વરસાદ 1289 મીમી એટલે કે સરેરાશ 5.15 ઇંચ વરસાદ વરસ્યો છે. ખેડૂતો જણાવે છે કે આટલો વરસાદ વાવેતર માટે માફકસર છે. વરસાદના પગલે સુરત જિલ્લામાં ખેડૂતોએ 1325  હેક્ટર જમીનમાં વાવેતર કર્યુ છે. જેમાં 414 હેક્ટર શાકભાજી, 377 હેક્ટર લીલો પડવાશ, 211 હેક્ટરમાં કેળા, 218 હેક્ટરમાં ધાસચારા, કપાસનું 87 હેક્ટરમાં વાવેતર થયુ છે.

ખેડૂતો માટે આ વર્ષે માટે સારુ જાય તેવી આશા
સુરત જિલ્લામાં સારા ચોમાસાની શરૂઆત સાથે શાકભાજી, કપાસના વાવેતરની સાથે જ ડાંગરની રોપણી માટે ખેડુતોએ ધરૂની રોપણી પણ શરૂ કરી દીધી છે. આમ ચોમાસાની વિધિવત શરૂઆત થતા જ ખેડૂતો માટે આ વર્ષે માટે સારુ જાય તેવી આશા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post