• Home
  • News
  • જૂન માસમાં દર 100 દર્દીએ 6થી 7નો મૃત્યુદર હતો જે હવે અડધો થઈ ગયો
post

શહેરમાં કોરોના વાઇરસના નવા 153 કેસ નોંધાયા, વધુ 5નાં મોત

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-10 10:02:22

અમદાવાદ: અમદાવાદમાં કોરોના વાઇરસના ચેપથી 22 જૂનથી 30 જૂન દરમિયાન દર 100 દર્દીએ 6 થી 7ના મૃત્યુ નોંધાતાં હતા. જોકે જુલાઈમાં મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જુલાઈમાં અત્યારસુધીની વાત કરીએ તો મૃત્યુનો રેશિયો દર 100 દર્દીએ 3 પર આવી ગયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન શહેરમાં કોરોના વાઇરસના 153 નવા કેસ નોંધાયા હતા, જ્યારે વધુ 5 દર્દીના મોત થયા હતા. સુરતમાં કોરોનાના કેસમાં વધારો થતાં સરકારના આદેશથી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી એનેસ્થેશિયા, પલ્મોનરી મેડિસિન અને મેડિસિન વિભાગના 15 સીનિયર અને જુનિયર ડોક્ટરોની ટીમને 15 દિવસ માટે સુરત મોકલવામાં આવી છે. બી.જે. મેડિકલ કોલેજનાં ડીન ડો. પ્રણય શાહ અને સિવિલ હોસ્પિટલના ઓફિસર ઓન સ્પેશ્યિલ ડ્યૂટી ડૉ. એમ.એમ. પ્રભાકર જણાવે છે કે, 2 દિવસ પહેલાં સિવિલમાંથી 15 ડોક્ટરોની ટીમ 15 દિવસ માટે સુરત મોકલાઈ છે.

બાપુનગરમાં સુપરસ્પ્રેડર શોધવા વધુ ટેસ્ટની માંગ
બાપુનગર વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના સ્લમક્વાર્ટસ, ઝુંપડપટ્ટી આવેલી છે. જોકે અહી એન્ટિજન ટેસ્ટની સંખ્યા ખૂબજ ઓછી હોવાનો આક્ષેપ કોંગ્રેસના કોર્પોરેટર જે.ડી. પટેલે કર્યો છે. તેમણે મ્યુનિ. કમિશનરને લખેલા પત્રમાં એવી રજૂઆત કરી છેે કે, આ વિસ્તારમાં સુપરસ્પ્રેડર્સ વધુ છે. ત્યારે અહી વધુ માત્રામાં ટેસ્ટ થવા જોઈએ. જે રીતે પશ્ચિમઝોનમાં વધુ માત્રામાં ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે તે રીતે આ વિસ્તારમાં પણ ટેસ્ટ થવાં જોઇએ તેવી તેમણે માગણી કરી છે. તેમણે એવો આક્ષેપ કર્યો હતોકે, તંત્ર દ્વારા પૂર્વ અને પશ્ચિમમાં ભેદભાવ ભરેલી નીતિને  બદલે યોગ્ય માત્રમાં ટેસ્ટ કરવા જોઇએ.

સોશિયલ ડિસ્ટન્સ ન હોવાથી SBIની મેઘાણીનગર બ્રાન્ચ સીલ
સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં કરનારી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની મેઘાણીનગર શાખાને મ્યુનિ. તંત્ર દ્વારા સીલ કરી દેવામાં આવી છે. મધ્યઝોનના એસ્ટેટ વિભાગે મેઘાણીનગર રામેશ્વર મહાદેવ પાસે આવેલી સ્ટેટ બેન્કની શાખાની મુલાકાત લીધી હતી. જ્યાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. એસઓપી માર્ગદર્શિકાનો ભંગ થતાં મ્યુનિ.એ બ્રાન્ચને સીલ કરી દીધી હતી.

135 વેપારીનો કોરોના ટેસ્ટ
શહેરના રિલીફ રોડ પર આવેલી ઇલેક્ટ્રોનિક્સની દુકાનોમાં છેલ્લા બે દિવસથી એન્ટીજન ટેસ્ટ કરવામાં આવે છે. જેમાં 135 જેટલા વેપારી અને કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી એક જ વેપારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મ્યુનિ.ના આરોગ્ય વિભાગે કોરોનાનું સંક્રમણ ઘટાડવા વિવિધ વિસ્તારોમાં ટેસ્ટની ઝૂંબેશ શરૂ કરી છે.

8 વિસ્તાર કન્ટેઇનમેન્ટમાં

·         શ્રીનાથ હાઇટસ, લાંભા

·         હરિઓમ સોસા. (એ-21 થી 40) વટવા

·         આયોજનનગર, વિંઝોલ

·         સરાફની ચાલી, ગોમતીપુર

·         સ્વામિનારાયણ પાર્ક (એ-2), નરોડા

·         ગુરુકુલ પાર્ક (એ,બી અને સી બ્લોક, થલતેજ

·         ઇન્દ્રપ્રસ્થ ટાવર (એમ-એલ બ્લોક), થલતેજ

·         અક્ષય એપાર્ટમેન્ટ (ડી-એફ બ્લોક), ચાંદલોડીયા

કયા વોર્ડમાં કેટલા કેસ 

·         મધ્ય-10

·         પશ્ચિમ-33

·         ઉ.પશ્ચિમ-32

·         દ. પશ્ચિમ-26

·         ઉત્તર- 15

·         પૂર્વ-15

·         દક્ષિણ-18

 

adv

Related News

post
post
post
post
post
post
post