• Home
  • News
  • ICC ટૂર્નામેન્ટસમાં ભારત માટે સૌથી ખતરનાક છે ન્યૂઝીલેન્ડ, 20 વર્ષથી નથી મળી એકપણ જીત
post

ભારતે છેલ્લી વખત ICC ટુર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ કપ 2003માં જીત મેળવી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-10-03 18:09:28

IND vs NZ in ICC Tournaments : ભારતમાં બે દિવસ બાદ ક્રિકેટના મહાકૂંભનો (world cup will start after two days) પ્રારંભ થશે ત્યારે દરેક ટીમ ટ્રોફી પર કબ્જો કરવા માટે એડીચોટીનું જોર લગાવશે. આ વર્ષે ભારતની ટીમને ચેમ્પિયન બનવા માટે હોટ ફેવરીટ (India as favourites to win World Cup 2023) માનવામાં આવી રહી છે, જો કે ભારત માટે ન્યૂઝીલેન્ડને હરાવવા એ ICC ટુર્નામેન્ટમાં છેલ્લા બે દાયકામાં સૌથી મોટો (The biggest challenge in two decades) પડકાર છે. 

ભારત છેલ્લે ન્યૂઝીલેન્ડ સામે 2003ના વર્લ્ડ કપમાં જીત્યું હતું.

ભારત ICC ટૂર્નામેન્ટમાં છેલ્લા 20 વર્ષમાં એક પણ વખત ન્યૂઝીલેન્ડને હરાવી (In the last 20 years, Team India has not been able to beat New Zealand even once in ICC tournaments) શકી નથી. ભારતને કિવી ટીમ સામે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં હારનો સામનો કરવો પડ્યો છે. ભારતે છેલ્લી વખત ICC ટુર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ કપ 2003માં જીત મેળવી(india won against new zealand in 2003 world cup last time) હતી. તે સમયે સૌરવ ગાંગુલીની કેપ્ટન્સીમાં ભારતે સેન્ચુરિયનમાં 7 વિકેટે જીત મેળવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી ICC ટૂર્નામેન્ટમાં ભારત અને ન્યુઝીલેન્ડની 5 વખત ટક્કર થઈ છે જેમાં દરેક વખતે કીવી ટીમનો જ વિજય થયો છે.

ભારતનું ICC ટુર્નામેન્ટમાં છેલ્લી પાંચ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે પ્રદર્શન 

1. T20 World cup 2007 : ભારતને પ્રથમ T20 વર્લ્ડ કપની સુપર-8ની તેની પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા કિવી ટીમે 190 રન બનાવ્યા હતા જેના જવાબમાં ભારતીય ટીમ 180 રન જ બનાવી શકી હતી.

2. T20 World cup 2016: આ ટુર્નામેન્ટમાં ભારતને તેના જ ઘરમાં ન્યુઝીલેન્ડના હાથે કારમી હાર મળી હતી. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડની ટીમ માત્ર 126 રન બનાવી શકી હતી પરંતુ ટીમ ઈન્ડિયા માત્ર 79 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

3. World cup 2019 Semi finals : ઈંગ્લેન્ડમાં રમાનારા છેલ્લા વનડે વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ અને ભારતની સેમિફાઇનલમાં ટક્કર થઈ હતી, જેમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 239 રન બનાવ્યા હતા જેના જવાબમાં ટીમ ઈન્ડિયા માત્ર 221 રન બનાવી શકી હતી અને ટુર્નામેન્ટ જીતવાનું સપનું સપનું તૂટી ગયું હતું.

4. World Test Championship (WTC) 2021: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતીય ટીમ તેની પ્રથમ ઇનિંગમાં 217 રન બનાવ્યા હતા જેના જવાબમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં 249 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયા 170 રન જ બનાવી શકી હતી, જેના જવાબમાં કિવી ટીમે ભારતે આપેલો 140 રનનો ટાર્ગેટ સરળતાથી ચેઝ કરી લીધો હતો અને ચેમ્પિયન બની હતી.

5. T20 World cup 2020: ભારત માટે ગ્રુપ સ્ટેજની મેચ કરો યા મરો મેચ હતી પરંતુ અહીં કિવી બોલરોએ તરખાટ મચાવતા ભારતને માત્ર 110 રન સુધી જ રોકી દીધું હતું. કિવી ટીમે 111 રનનો ટાર્ગેટ હાંસલ કરવા માટે માત્ર 14.3 ઓવર લીધી હતી. આ મેચમાં હાર સાથે ભારતીય ટીમ વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી.


adv

Related News

post
post
post
post
post
post
post