• Home
  • News
  • એલએસી પણ તણાવ ઘટાડવાના પ્રયાસ:ભારત-ચીન વચ્ચે સાતમા તબક્કાની મિલિટ્રી વાતચીતમાં એજન્ડા નક્કી કરવા માટે આર્મી ચીફ ઓફિસર અને નેતાઓની થઈ ચર્ચા, આગામી મીટિંગ 12 ઓક્ટોબરે મળશે
post

સાતમા તબક્કાની વાતચીત માટે ફાયર એન્ડ ફરી કોર્પ્સના હાલના કમાન્ડર લેફટનન્ટ હરવિંદર સિંહ અને તેમનું સ્થાન લેનારા લેફ્ટનન્ટ પીજીકે મેનન લેહ પહોંચ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-10 09:42:14

ટોપ મિલિટ્રી કમાન્ડર્સ અને નેતાઓએ શુક્રવારે ચીનની સાથે તણાવ ઓછો કરવા માટે થનારી વાતચીતના એજન્ડા પર ચર્ચા કરી. સરહદ પર તણાવ ઓછો કરવાના મુદ્દે મિલિટ્રી લેવલ પર સાતમા તબક્કાની વાતચીત 12 ઓક્ટોબર થશે. બંને પક્ષની મીટિંગ પૂર્વી લદ્દાખ સ્થિત ચુશુલ મોલ્ડોમાં થશે.

આ ક્ષેત્રમાં એપ્રિલથી જ બંને બાજુથી લગભગ 50 હજાર સૈનિકો આમનેસામને છે. ભારતે પહેલાં જ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ પૂર્વી લદ્દાખથી સૈનિકોને હટાવવાના મુદ્દે જ આગામી વાતચીત થશે. સાતમા તબક્કાની વાતચીત માટે ફાયર એન્ડ ફરી કોર્પ્સના કમાન્ડર લેફટનન્ટ હરિંદર સિંહ અને તેમનું સ્થાન ગ્રહણ કરનારા લેફટનન્ટ પીજેકે મેનન લેહ પહોંચ્યા છે.

લેફટનન્ટ મેનનને સૈન્ય ઓપરેશન ઘણો અનુભવ
લેફટનન્ટ મેનન 14 ઓક્ટોબરે કોર્પ્સ કમાન્ડરનું પદભાર સંભાળશે. તેઓને સૈન્ય ઓપરેશનનો સારો એવો અનુભવ છે. તણાવ ઘટાડવા માટે થનારી વાતચીતની રૂપરેખા તૈયાર કરવા માટે ચાઈના સ્ટડી ગ્રુપ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં વિદેશ મંત્રી એસ. જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, સેના પ્રમુખ જનરલ એસએમ નરવણે અને વાયુસેનાના પ્રમુખ આરકેએસ ભદૌરિયા સામેલ છે.

વિવાદિત વિસ્તારમાં ભારતનો સંપૂર્ણ કબજો
સેનાના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, દક્ષિણી પેંગોગના વિવાદિત વિસ્તારમાં સંપૂર્ણપણે ભારતનો કબજો છે. અહીંના અનેક શીખરો પર આર્મી તહેનાત છે. સેના દ્વારા કહેવામાં આવ્યું છે કે, શીખરો પર અમારા જવાન એટલા માટે, કેમકે લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી)ને લઈને ભારતની સ્થિત એકદમ સ્પષ્ટ છે.

ચીન લદ્દાખ સરહદમાં આવેલા અનેક શીખરો પર પોતાનો દાવો કરે છે
સૂત્રો દ્વારા વધુમાં મળતી માહિતી મુજબ મુશ્કેલ ગણાતા સ્પાંગુર, ગૈપ, સ્પાંપુર સરોવર અને તેના કાંઠે આવેલા ચીન રસ્તાઓ પર પણ ભારતીય સેનાએ કબજો કરી લીધો છે. ચીન લદ્દાખ સરહદે આવેલા અનેક શીખરો પર પોતાનો દાવો કરે છે. તેઓ પેંગોગ લેકના સંપૂર્ણ દક્ષિણી વિસ્તાર અને સ્પાંગુર ગેપ પર પણ કબજો કરવા માગતુ હતું, જેથી બઢત મેળવી શકાય.

 

adv

Related News

post
post
post
post
post
post
post