• Home
  • News
  • સળંગ 10મા દિવસે કોરોનાથી મૃત્યુની સંખ્યા 10ની અંદર, 79 દિવસ પછી 150થી ઓછા કેસ
post

શહેરમાં કોરોનાના વધુ 149 કેસ, અગાઉ 22 એપ્રિલે 128 પોઝિટિવ કેસ નોંધાયા હતા, વધુ પાંચ મોત થયાં

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-09 10:27:48

અમદાવાદ: અમદાવાદ શહેરમાં સળંગ 10મા દિવસે કોરોનાથી મોતની સંખ્યા 10ની અંદર રહી છે. બુધવારે અમદાવાદ શહેરમાં 5 મૃત્યુ નોંધાયાં હતાં, જ્યારે વધુ 149 કેસ આવ્યા છે. અગાઉ 21 એપ્રિલે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 128 નોંધાઈ હતી, આમ 79 દિવસ પછી કોરોના સંક્રમિતોની સંખ્યા 150થી ઓછી નોંધાઈ છે.  શહેરમાં બુધવારે વધુ 149 કેસ આવતાં શહેરમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 22,278 સુધી પહોંચી છે જ્યારે પાંચ દર્દીઓના કોરોનાને કારણે મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક 1500 નજીક પહોંચ્યો છે.

શહેરમાં દસ દિવસથી કોરોનાથી મોતની સંખ્યા સતત સિંગલ ડિજિટમાં આવી રહી છે. મંગળવારે સૌથી ઓછાં ચાર મોત થયાં હતા. આમ શહેરમાં કોરોનાથી મોતનો દર ઘટી રહ્યો છે. બીજી તરફ બુધવારે શહેરના મધ્ય ઝોનમાં સૌથી ઓછા અને માત્ર એક જ પોઝિટિવ કેસ નોંધાયો હતો. પશ્ચિમમાં 47 કેસ નોંધાયા હતા. 

શહેરમાં 1500થી વધુ સુપરસ્પ્રેડર્સની તપાસ કરાઈ
મ્યુનિ. દ્વારા 1500થી વધારે સુપરસ્પ્રેડર્સનો બુધવારે ટેસ્ટ કરાયો હતો. મ્યુનિ. અધિકારીઓની બુધવારે મળેલી બેઠકમાં એન્ટીજન ટેસ્ટમાં આવી રહેલા પોઝિટિવ કેસમાં એ-સિમ્પ્ટોમેટિક દર્દીઓની સંખ્યા વધુ હોવાનું ચર્ચાયું હતું. આ બેઠકમાં અગાઉની જેમ કોન્ટેક્ટ ટ્રેસિંગની પદ્ધતિ પણ શરૂ કરવાની વિચારણા હાથ ધરવામાં આવી છે. એ-સિમ્પ્ટોમેટિક  દર્દીઓ વધુ આવી રહ્યા હોવાથી હવે આગામી દિવસોમાં કોવિડ કેર સેન્ટર પણ શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

જિલ્લામાં કોરોનાના વધુ 7 કેસ, કુલ આંક 913 થયો
અમદાવાદ જિલ્લામાં કોરોના પોઝિટિવના 7 કેસ નોંધાયા છે. આ સાથે પોઝિટિવ કેસોનો આંકડો 913 પર પહોંચી ગયો છે. મોતનો આંકડો 57 પર પહોંચ્યો છે. બુધવારે બાવળા 1, માંડલ 2, સાણંદ 2, ધોળકા, વિરમગામમાં એક-એક  પોઝિટિવ કેસ નોંધાયા હતા. તાલુકા પ્રમાણે જોઈએ તો બાવળા 91, માંડલ 31,  સાણંદ 191, ધોળકા 261 અને વિરમગામમાં 103 પોઝિટિવ કેસ છે.

વધુ 10 વિસ્તાર માઇક્રો કન્ટેઇનટમેન્ટ ઝોન

·         રમણપુરાની ચાલી, ગોમતીપુર

·         જુલી એપાર્ટમેન્ટ, ગીરધરનગર

·         દીપ એપાર્ટમેન્ટ, મણીનગર

·         ગરગડી વાલી ગલી, નારોલ

·         દેવનંદન પ્લેટીનમ, ચાંદલોડિયા

·         રાજવી ટાવર, ગુરુકુળ રોડ

·         ભગવતી એપાર્ટમેન્ટ થલતેજ

·         સત્ય રેસિડન્સી, રાણીપ

·         ગણેશ દ્વાર સોસા., રાણીપ

·         શ્રીનંદનગર વિભાગ -2, વેજલપુર

 

adv

Related News

post
post
post
post
post
post
post